નવી દિલ્હી: મણિપુર(Manipur)માં પશ્ચિમના ઇમ્ફાલ જિલ્લામાં લેકાઈ(Leikai in Imphal) ખાતે રાજ્ય મંત્રી(Manipur Minister)ના ઘરે ગતરાત્રે ગ્રેનેટ અટેક કરવામાં આવ્યા. આ વિસ્ફોટમાં CRPF જવાન સહિત બે લોકો ઘાયલ(Injured) થયા છે. મણિપુર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બે મોટરસાઇકલ સવારોએ ગ્રેનેડ ફેંક્યા હતા, જે મંત્રીના નિવાસસ્થાનના મુખ્ય દરવાજાથી માત્ર થોડા મીટર દૂર પડ્યા હતા. ઘાયલ CRPF જવાનની ઓળખ પશ્ચિમ બંગાળના રહેવાસી દિનેશ ચંદ્ર દાસ તરીકે થઈ છે. તેના હાથમાં ઈજા થઈ છે. અન્ય ઈજાગ્રસ્ત વ્યક્તિ એક મહિલા હતી, જેને તેના જમણા પગના પંજામાં ઈજા થઈ હતી. યુમનમ ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી છે. આ ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંહે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને આ હુમલાની નિંદા કરી હતી.
આ ઘટના બાદ મણિપુરમાં પોલીસે મંત્રીઓ અને અધિકારીઓના આવાસની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી છે. થોડા જ સમય પહેલા સમાજ કલ્યાણ પ્રધાન, નેમચા કિપગેને મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે તેઓ વિધાનસભાના વિશેષ સત્રમાં હાજરી આપી શકશે નહીં કારણ કે તેમની સુરક્ષા પર્યાપ્ત નથી. તાજેતરમાં મુખ્યમંત્રીના સલાહકાર ઉપર પણ હુમલો થયો હતો અને તેમને દિલ્હીની હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપવામાં આવી હતી. અત્યાર સુધી આ હુમલાની કોઈપણ સ્થાનિક સંસ્થા તરફથી જવાબદારી લેવામાં આવી નથી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મણિપુરમાં ફરી હિંસા કઈ રીતે શરૂ થઈ
તમને જણાવી દઈએ કે અગાઉ પણ ઇમ્ફાલ પૂર્વમાં લુવાંગસાંગબમમાં મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહના ઘર ઉપર બદમાશો દ્વારા હુમલો કરવા આવ્યો હતો, પરંતુ પોલીસે તેમને ઘરની લગભગ 500 મીટર પહેલા જ રોક્યા હતા. પોલીસે ટીયર ગેસના સેલ છોડીને બદમાશોને પાછા ધકેલ્યા હતા. હુમલાના પ્રયાસ બાદ સીએમના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સિવાય હિંસક ટોળાએ માનવધિકાર એક્ટિવિસ્ટ ઇમ્ફાલ પશ્ચિમના કૈથેલના ગબીમાં બબલુ લિથોંગબમના ઘર ઉપર હુમલો કર્યો હતો. તમને જણાવી દઈએ કે યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કમિશન (યુએનએચઆર)એ શુક્રવારે (6 ઓક્ટોબર) સોશિયલ મીડિયા પર લખ્યું – અમે મણિપુર હિંસા પર બોલતા માનવધિકાર એક્ટિવિસ્ટ બબલુ લિથોંગબમને મળી રહેલી ધમકીઓથી ચિંતિત છીએ.
મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી, રાજ્ય મંત્રીના ઘર ઉપર ગ્રેનેડ ફેંકાયા
By
Posted on