વાંકલ: માંગરોળ (Mangrod) તાલુકાના કોસાડી (Kosadi) ગામેથી (Village) પોલીસે ગૌવંશ ગુનાના વોન્ટેડ (Wonted) આરોપીને ઝડપી પાડ્યો હતો. વર્ષ-2020માં ગૌવંશના ગુનામાં કોસાડી ગામના ખાડી ફળિયામાં રહેતા મારુજી સુખદેવ વસાવાની સંડોવણી બહાર આવી હતી. જેથી તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો તેમજ હાલમાં બે માસ અગાઉ કોસાડી ગામનો સુલેમાન સુર્યા મમજી 20 કિલો ગૌમાંસ સાથે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. આ ગુનામાં પણ ઉપરોક્ત આરોપીની સંડોવણી બહાર આવી હતી. જેથી આરોપી નાસતો ફરતો હતો. આરોપીને ઝડપી પાડવા માટે માંગરોળના પોલીસ (Police) પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, કોસાડી ગામના ગૌવંશના ગુનામાં સંડોવાયેલો આરોપી મારુજી સુખદેવ વસાવા કોસાડી ગામના ચોરા ઉપર બેઠો છે. જેને આધારે આ સ્થળે રેડ કરતાં આરોપી ઝડપાઈ ગયો હતો. આરોપી વિરુદ્ધ માંગરોળ પોલીસે કાર્યવાહી કરી હતી.
- ગુનામાં આરોપીની સંડોવણી બહાર આવી હતી
- માટે માંગરોળના પોલીસ પેટ્રોલિંગમાં હતી
- આ સ્થળે રેડ કરતાં આરોપી ઝડપાઈ ગયો
ઉમરપાડાના શરદા ગામના દારૂના ગુનાના બે વોન્ટેડ આરોપી ઝડપાયા
વાંકલ: ઉમરપાડાના સરદા ગામના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા કેટલાક મહિનાઓથી નાસતા ફરતા બે આરોપીને એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા. પ્રોહિબિશનના ગુનાના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચના આપવામાં આવતાં સુરત ગ્રામ્ય પોલીસના પી.આઈ. બી.ડી.શાહ તેમજ પીઆઇ એ.ડી.ચાવડા અને પી.એસ.આઇ. વી.આર.દેસાઈના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા માટેની કામગીરી શરૂ કરાઈ હતી.
ઉંમરપાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો
ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાનો વોન્ટેડ આરોપી ધારાસીંગ ગીબા વસાવા કેવડી ગામના બજારમાં ઊભો હોવાની બાતમી મળી હતી. જેને આધારે રેડ કરતાં આરોપી ઝડપાઈ ગયો હતો. જ્યારે બીજો એક આરોપી ચંદ્રસિંગ રામસિંગ વસાવા વિરુદ્ધ ઉંમરપાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો અને છેલ્લા કેટલાક મહિનાઓથી આરોપી નાસતો ફરતો હતો. જે અંગેની બાતમી મળતાં ઉંમરપાડાના ચાર રસ્તા પાસેથી આરોપીને ઝડપી પાડ્યો હતો. બંને આરોપી વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી.