કેસર હોય કે હાફુસ ગુજરાતી કેરી પાછળ ગાંડો જ હોય. સૌરાષ્ટ્રની કેસર – તાલાળાની બિનપિયત તો ભારત અને ભારતની બહાર દુનિયાભરમાં કેરી શોખીનોનું હૃદયસ્થાન મેળવી લીધું છે. 7 સમંદરપાર કરી આમ ખાસ બની છે. કેસર, હાફુસ, પાયરી, રાજાપુરી, નિલમ, મલગુંબો, રૂમાની, દશેરી, તોતાપુરી, સિંધુ, બોમ્બે ગ્રીન, લંગડો, ઝરદાલુ જેવી અસંખ્ય કેરીની જાત છે. એમ કહેવાય છે દુનિયામાં થતી કેરીમાં 75 % ભારતમાં થાય છે. તેમાંથી 27 % એકસપોર્ટ થાય છે, દેશ – પરદેશ. રાજાપુરીમાંથી જે અથાણા બને છે, તે આખું વર્ષ લોકો ખાય છે.
કેસર કેરીના રસમાંથી પાપડ પણ બને છે. ફળનો બાદશાહ કેરી વિશે એમ કહેવાય છે કે 100થી પણ ઉપર એની જાત છે. અલબત્ત તેમાં વલસાડ, રત્નાગીરીની હાફુસની કઇ વાત જ ઓર છે. હાફુસ કેરીનો ઇતિહાસ પોર્ટુગલના લોકો સાથે સંકળાયેલો છે. આયુર્વેદ અનુસાર કેરીના રસમાં જો મીઠું અને સૂંઠ ઉમેરીને ખાવામાં આવે છે. સુરતીઓ કેરીના રસમાં મલાઇ નાખીને ખાય છે અને સાથે ખાજા પણ ખાય છે. સુરતીઓ બારે માસ રહે એટલે ફ્રીઝમાં ડ્રીફોઝ કરીને ખાય છે અને કેરી તો જાણે આપણો સંસ્કાર બની ગઇ છે.
સુરત – તૃષાર શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.