Business

‘મંગલ મસ્તી’ ઘરમાં વસંત લાવી દે છે

‘ગુજરાતમિત્ર’ની મંગળવારની પૂર્તિમાં મંગલમસ્તી કોલમ આવે છે. ખરેખર ઘરમાં બેઠાં બેઠાં રંગોની બહાર અને વસંતની ખુશી મનાવાય છે. રમેશભાઈએ વાહ! ખૂબ સરસ રજૂ કર્યું છે. હાસ્યની તો છોળો ઊડી જાય છે. ઘણાં એવાં દિવેલ પીધેલાં ડાચાં જેવાં માણસો પણ સમાજમાં છે. તેઓને વસંત શું કે વર્ષા શું? બસ નિરસતાભરી જીવનશૈલીથી જીવતાં હોય છે. તેઓ જો આ લેખ વાંચે ને તો જેમ તેમ કરીને પણ મોઢા પર લાવીને કંઈક આનંદ લઈ લે છે. તેઓને ફૂલો શું ટહુકો શું ? બસ કટુ વચનો અને નિરસતા ને સડેલા વિચારો, સડેલાં સપનાંને સાકાર કરવામાં જ વ્યસ્ત રહે છે.

આવાના સંયોગથી પણ જીવન નિરસ અને બરબાદ થઈ જતું હોય છે. વાત કરે રંગોની પણ રંગોની રંગીનતાને વળી આવા માણસો ક્યાંથી સમજે? નિર્દોષના જીવન સાથે ખેલી નિર્દોષ કુદરતના રંગોને પણ રેતીના રણ જેવા બનાવી જીવનને સૂકું ભઠ્ઠ બનાવી દેવામાં માહેર હોય છે. બચાવે આવા નિર્દય – કઠોર નિરસ માણસોથી. ‘ગુજરાત્રમિત્ર’ના તંત્રી લેખો રાજકારણની સાથે સાથે સામાજિક વ્યાવહારિક પ્રશ્નો વિશે રજૂઆત કરી સૌને સંદેશ આપે છે. તક પ્રાપ્ત કરવાની શુભ  માહિતી આપે છે. દેશપ્રેમ-સમાજ કલ્યાણના પાઠો પણ શીખવી જાય છે. મંગલમસ્તી જેવા લેખો દ્વારા વાસ્તવિકતા અને હાસ્યની છોળો ઘરમાં જ અર્પી જાય છે. ધન્યવાદ ‘ગુજરાતમિત્ર’ને.
સુરત     – જયા રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top