SURAT

માનદરવાજા વિસ્તારમાં પિતાએ જ સાવકી પુત્રીને ગર્ભવતી બનાવી

સુરત : માનદરવાજા (Mandarwaja) વિસ્તારમાં રહેતા આધેડે તેની સાવકી પુત્રીનું (step daughter) મોંઢુ દબાવીને વારંવાર બળાત્કાર (Repeated rape) કરતાં તેને ગર્ભ રહી ગયો હતો. બે દિવસ પહેલા સગીરાને પેટમાં દુ:ખાવો થતાં દવાખાને તપાસ કરાવ્યા બાદ આ આખી ઘટના બહાર આવી હતી. બનાવ અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધીને સાવકા પિતાની (Stepfather’s) ધરપકડ કરી છે.

પતિનું અવસાન થતા પરણિતાએ બીજા લગ્ન કર્યા હતા
પ્રાપ્ત વિગતો મુજબ સલાબતપુરા પોલીસમથકની હદમાં આવતા માનદરવાજા વિસ્તારમાં એક મહિલા તેની બે પુત્રી સાથે રહે છે. થોડા સમય પહેલા તેના પતિનું અવસાન થતા તેણે અનીલભાઇ કિશોરભાઇ રાઠોડ (રહે. નવોમહોલ્‍લો, માનદરવાજા, સલાબતપુરા, સુરત)ની સાથે બીજા લગ્ન કર્યા હતા. આ મહિલાની 14 વર્ષિય નાની પુત્રીની સાથે તેના સાવકા પિતા અનિલ રાઠોડે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.

પેટમાં દુખાવો થતા હોસ્પિટલ લઇ જવાઇ હતી
બે દિવસ પહેલા જ સગીરાની તબિયત ખરાબ થઇ હતી, તેને પેટનો દુ:ખાવો થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવાઇ હતી, જ્યાં બાળકી ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે સગીરાને પુછતાં તેણીએ તેના પિતા અનિલ રાઠોડનું નામ આપીને કહ્યું કે, મારો સાવકો પિતા જ મારી સાથે છેલ્લા બે વર્ષથી બળાત્કાર ગુજારે છે, રાત્રિ દરમિયાન મારુ મોંઢુ દબાવીને મારી સાથએ બળાત્કાર ગુજારવામાં આવે છે અને કોઇને કહેશે જો મારી નાંખવાની ધમકી પણ આપતો હતો. આ સમગ્ર ઘટનાને લઇને સગીરાની માતાએ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top