વડોદરા: શહેરની 23 લાખની વસ્તીમાં વચ્ચે ટ્રાફિકનું સંચાલન કરવા માટે ટ્રાફિક પોલીસ જવાનો મુકવામાં આવ્યા છે. પરંતુ સરકારમાંથી તગડો પગાર મેળવતા 300 ટ્રાફિક પોલીસો માંડ નોકરીના 8 કલાકમાંથી 4 કલાક પણ પોઇન્ટો પર ફરજ બજાવતા જોવા મળતા નથી. દરેક પોઇન્ટો પર મહિલા અ્ને પુરૂષ બ્રિગેડ જવાનો જ ટ્રાફિકનું સંલાચન કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરા શહેરમાં વાહનવ્યવહારનું સંચાલન કરવામા માટે ટ્રાફિક પોલીસ વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે. ટ્રાફિક યોગ્ય રીતે સંચાલન થઇ શકે માટે ટ્રાફિકમાં 1100 કર્મચારીઓના મહેકમ સામે હાલમાં 400 જવાનો નોકરી કરી રહ્યા છે.
વડોદરા શહેરની કુલ 23 લાખની આસપાસ વસ્તી છે. દરેક વિસ્તારમાં ટ્રાફિકના ચાર રસ્તા પર પોઇન્ટ મુકવામાં આવ્યા છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય, ચાર રસ્તા પર કોઇ સિગ્નલ ન તોડે તથા વાહન અકસ્માત ન થાય માટે દરેક પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યા છે. 400 ટ્રાફિક જવાનોએ શહેર વિસ્તારમાં દરેક પોઇન્ટો પર બે ટાઇમ ફરજ બજાવવાની હોય છે. પરંતુ એક ટ્રાફિક પોલીસનો જવાનો હાલમાં પોઇન્ટો પર ભાગ્યે જ જોવા મળતા હોવાની જાણવા મળી રહ્યુ છે. ટ્રાફિક વિભાગમાં વાહનવ્યવહારનું વ્યવસ્થિત અને યોગ્ય રીતે ચાલે અને ટ્રાફિક પોલીસને મદદરૂપ થાય માટે સરકાર દ્વારા માનવ સેવક તરીકે ટ્રાફિક બ્રિગેડના જવાનો લેવામાં આવ્યા હતા.
વડોદરા શહેરમાં 600 જવાનોની જાહેરાત આપીને ભરતી કરવામાં આવી હતી. જેમાં હાલમાં 150 જવાનો ઘણા સમયથી ગેરહાજર છે અને 450 બ્રિગેડ નિયમિત રીતે નોકરી પર ફરજ અદા કરી રહ્યા છે. બ્રિગેડના જવાનોમાં લેડીઝ અ્ને જેન્સ નોકરી પર આવી રહ્યા છે. જેમાં મહિલા હોય તો તેને સવારની શિફ્ટમાં અને પુરૂષ હોય તો બપોરની 3 થી 10ની શિફ્ટમાં આવતા હોય છે. સમગ્ર શહેરમાં દરેક પોઇન્ટ પર સવાર સાંજ સુધી જનતાને માત્ર બ્રિગેડના જવાનો જ ટ્રાફિકનું સંચાલન કરતા હોય તેવું જણાઇ રહ્યું છે. સરકારમાંથી દિવસ દરમિયાન 6 થી 8 કલાકનો તગડો પગાર મળવતા ટ્રાફિક જવાનો માત્ર પોઇન્ટો પર આટો મારીને ફરાર થઇ જતા હોય છે.