દરેક રૂટ નંબરના પહેલા છેલ્લા બસ થોભોનાં નામ સહિત મોટા અક્ષરે સાચી ગુજરાતી જોડણીમાં બસના આગળના અને પાછળના ભાગે ટોચના સ્થાને તથા પ્રવેશદ્વાર પર વંચાય એવી રીતે પાટિયાં મૂકાય. તમામ બસ થોભો પણ ટર્મિનસો યા ડેપો પરથી આવનાર યા બસ થોભો પર આરંભિક ઉપડનાર રૂટો (શકય હોય તો ઉપડવાનો સમયપત્રક સહિત) છેલ્લામાં છેલ્લા ફેરફાર સહિતના દર્શાવવા. જે બસ થોભોના સ્તંભ સાથેના પાટિયાનું અસ્તિત્વ ના હોય, નુકસાન પામેલા હોય યા વળી કે તૂટીફૂટી ગયા હોય એને નવા બનાવીને સ્થાપવા. બસ થોભો પર ચોંટાડાયેલા અશ્લીલ રાજકીય બિનરાજકીય લખાણો, જાતીય રોગો-માલીશ-જયોતિષના નામે ચાલતા ગોરખધંધાના વિજ્ઞાપનો ઉપરાંત નકામી ચીજવસ્તુઓ, ભંગાર, ઢેખાળા, ઝાડીઝાંખરા દૂર કરવા. ગેરેજ, દુકાન, ઘોડીયા, બુક સ્ટોલ, રેનબસેરા, કેશકર્તનાલય, ગલ્લા, દુગ્ધાલય યા અનિષ્ટના અડ્ડા આદિમાં પલટાયેલા બસ થોભો ને અસલ સ્વરૂપમાં આણવા અતિક્રમણ હઠાવીને રંગાવવા.
અમદાવાદ – જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
બસ થોભોનું યોગ્ય પ્રબંધન કરો
By
Posted on