નડિયાદ: નડિયાદ તાલુકાના પીપલગ ગામમાં રહેતો એક ડ્રાઈવર પોતાની કોલોનીના બાથરૂમની પાળી ઉપર થેલી મુકી, ન્હાવા ગયો હતો. દરમિયાન થેલીમાંથી મોબાઈલ અને અગત્યના ડોક્યુમેન્ટ ભરેલું પર્સ ચોરાયું હતું. જે બાદ તસ્કરે આ ચોરી કરેલાં મોબાઈલમાં ગુગલ-પે માંથી રૂ.1,10,000 ખાતામાં ટ્રાન્સફર કરી લીધાં હતાં. મુળ રાજસ્થાનના વતની અને હાલ નડિયાદ તાલુકાના પીપલગ ગામમાં મોટી શાકમાર્કેટ પાછળ આવેલ લેબર કોલોનીમાં રહેતાં બહાદુરસિંહ ઈન્દ્રસિહ ગોહિલ ડ્રાઈવીંગ કરે છે. તેઓ ગત તા.12-6-23 ના રોજ સાંજના સમયે કોલોનીમાં આવેલ બાથરૂમમાં ન્હાવા ગયાં હતાં. દરમિયાન તેઓએ મોબાઈલ તેમજ ક્રેડિટકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ, આધારકાર્ડ, ગાડીની આર.સી બુક સહિતના જરૂરી દસ્તાવેજો ભરેલું પર્સ બાથરૂમની પાળી ઉપર મુક્યું હતું. દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ પાળી પરથી પર્સ ચોરી કરી, લઈ ગયો હતો.
જે બાદ અજાણ્યાં શખ્સે ચોરી કરેલાં બહાદુરસિંહના મોબાઈલમાં ગુગલ-પે નો પાસવર્ડમાં ફેરફાર કરી, તેમના બેંક ખાતામાંથી જુદા-જુદા ત્રણ ટ્રાન્જેક્શન થકી 1,10,000 રૂપિયા શાહનવાઝ નામના વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરી દીધાં હતાં. બીજી બાજુ આ લેબર કોલોનીમાં જ રહેતો શાહનવાઝ આલમ (રહે.બિહાર) ઘર છોડીને ભાગી ગયો હતો. જેથી આ શાહનવાઝ આલમે જ મોબાઈલ તેમજ પર્સની ચોરી કરી, બેંક ખાતામાંથી રૂ.1,10,000 ઓનલાઈન ટ્રાન્સફર કર્યું હોવાની શંકા પ્રબળ બની હતી. આ મામલે બહાદુરસિંહ ગોહિલની ફરીયાદને આધારે નડિયાદ રૂરલ પોલીસે શહનવાઝ આલમ સામે ગુનો નોંધ્યો હતો.
બીજા દિવસે બહાદુરસિંહ બેંકમાં તપાસ કરવા જતાં 50-50 હજારના બે ટ્રાજેન્કશનો થયેલા તેમના ખાતામાંથી અન્યના જોવા મળ્યા હતા. આ ઉપરાંત 10 હજાર અન્યના ખાતામાં ગયેલા હોવાનું માલુમ પડ્યું હતું. જે તે સમયે સાયબર હેલ્પ ડેસ્ક પર ફરિયાદ નોંધાવી હતી. આ બાદ તપાસ કરતાં આ કોલોનીમાં રહેતો શહનવાઝ આલમ (રહે.બિહાર)નો પણ પત્તો ન લાગતાં અને ઉપરોક્ત રૂપિયા શહનવાઝ આલમ ગયા હોવાનું ગુગલ પે મા બતાવતાં બહાદુરસિંહને આ શકદાર સામે પાક્કો શક છે. શહનવાઝ આલમે બહાદુરસિંહની જણ બહાર પાસવર્ડમા ફેરફાર કરી આ નાણાં પોતાના અને અન્યના ખાતાંમાં નાખ્યા છે. આથી આ સંદર્ભે બહાદુરસિંહે આ શકદાર શહનવાઝ આલમ સામે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.