પીએમ નરેન્દ્ર મોદી (Pm modi) આજે સવારે 11 વાગ્યે તેમના રેડિયો કાર્યક્રમ (Radio program)’ મન કી બાત’ (Man ki bat) દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ટોક્યો ઓલિમ્પિકસ (Tokyo Olympics)માં ગયેલી ભારતીય ટુકડીને પ્રોત્સાહન આપવાની અપીલ કરી છે.
પીએમ મોદીએ કહ્યું કે, ટોક્યો ગયા દેશના ખેલાડીઓ (Indian players)ને પ્રોત્સાહન આપવું જરૂરી છે. જ્યારે ખેલાડીઓ ત્રિરંગો (Indian flag) ઊંચો કરે છે, ત્યારે તેમને જોયા પછી દેશભક્તિની ભાવનાથી મન ભરાઈ જવું સ્વાભાવિક છે. પીએમએ કહ્યું હતું કે ટોક્યો જતા દરેક ખેલાડીનો પોતાનો સંઘર્ષ હોય છે. ઘણાં વર્ષોથી મહેનત કરી રહ્યા છે. તે ફક્ત પોતાના માટે જ નહીં પરંતુ દેશ માટે જતા હોય છે. આપણે ખુલ્લા મનથી તેમનું સમર્થન કરવું પડશે, જાણી જોઈને અથવા અજાણતાં આ ખેલાડીઓ પર દબાણ ન મૂકવું. દરેક ખેલાડીનો ઉત્સાહ વધારવા માટે હમેશ પ્રયત્ન કરવો.
આપને જણાવી દઈએ કે કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત થઈ હતી. રંગબેરંગી ઉદઘાટન સમારોહમાં 18 ખેલાડીઓએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જાપાનના નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાયેલ ઉદઘાટન સમારોહમાં બોક્સિંગ સ્ટાર એમસી મેરી કોમ અને હોકીના કેપ્ટન મનપ્રીતસિંહે ભારતીય ત્રિરંગો ફરકાવ્યો હતો. તે જ સમયે, પીએમ મોદીએ પણ આ કાર્યક્રમ જીવંત નિહાળ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક તસવીર ટ્વિટ કરી છે, જેમાં તેઓ ટોક્યો ઑલિમ્પિક્સનો ઉદઘાટન સમારોહ જોઈ રહ્યા છે. ઉદઘાટન સમારોહના કેટલાક દ્રશ્યો સામેની સ્ક્રીનમાં દેખાય છે. આ દરમિયાન વડા પ્રધાન મોદીએ ઉભા થઈને તાળીઓ પાડી. વડા પ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે, ચાલો આપણે બધા ભારત માટે પ્રોત્સાહન વધારીએ. ટોક્યો ઑલિમ્પિક્સના ઉદઘાટન સમારોહની કેટલીક ઝલક જોય આપણી ગતિશીલ ભારતીય ટીમને શુભેચ્છાઓ.
ઉદઘાટન સમારોહમાં, ગ્રીક ઓલિમ્પિક ટીમે સૌ પ્રથમ નેશનલ સ્ટેડિયમ તરફ કૂચની આગેવાની લીધી હતી. આઇલેન્ડ અને આયર્લેન્ડ આગામી બે દેશ હતા. તે જ સમયે, ભારત કૂચ કરનારી 21 મી ટીમ હતી. આ વખતે ટોક્યો ઑલિમ્પિક્સમાં 205 દેશોના 11,000 રમતવીરો ભાગ લઈ રહ્યા છે. 17 દિવસો માટે 33 વિવિધ રમતોમાં 339 ઇવેન્ટ્સ હશે. તે જ સમયે, ગત વખતે રિયો ઓલિમ્પિક્સમાં ભારતને માત્ર બે મેડલ મળ્યાં હતાં. આવી સ્થિતિમાં આ વખતે ભારત ટોક્યો ઓલિમ્પિકસમાં વધુ મેડલ જીતવાની આશા રાખી રહ્યું છે.