Vadodara

લગ્ન કરવાની લાલચ આપી યુવકનો યુવતી પર દુષ્કર્મ : ગર્ભવતી બની

વડોદરા,: પોર ખાતેની કંપનીમાં નોકરી કરતી યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી દશનથના યુવકને અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેના કારણે યુવતી ગર્ભવતી બનતા યુવક તેની સાથે લગ્ન કરતો ન હતો. આખરે યુવતીન વરણામા પોલીસ સ્ટેશનમાં યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. વડોદરાના તાલુકામાં રહેતી યુવતી પોર ખાતેની કંપનીમાં ફરજ બજાવતી હતી. દરમિયાન  યુવતીને દશરથ ગામમાં રહેતા રણજીત સનાભાઇ ગોહિલે પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતી સાથે મિત્રત કેળવ્યા હતા યુવક તેને વિવિધ જગ્યા પર મળવા માટે બોલાવતો હતો. ઉપરાંત એક દિવસ મળવા માટે બોલાવીને યુવતીને સંતોષ ગેસ્ટ હાઉસ ખાતે લઈ ગયો હતો. ત્યાં રૂમમાં યુવતીને લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા.

રણજીત ગોહિલે વડોદરા ખાતે પોતે રાખેલા એક ભાડાના મકાનમાં લઇ ગયા હતા. ત્યાં તેને રાખ્યા બાદ યુવતીને લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. રણજીતે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમ સંબંધ બાંધ્યો હતો. હવે યુવકે તેની સાથે લગ્ન પણ કર્યું નથી. અવાર નવાર દુષ્કર્મ ગુજારાવના કારણે યુવતીને નવ માસનો ગર્ભ રહી ગયો હતો. તેમ છતાં યુવતી સાથે લગ્ન કરવા માટે નહી માનતા તેણે વરનામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top