વડોદરા : છાણી પોલીસ સ્ટેશન વિસ્તારના પદમલના નાથા તલાવડી ખાતે મકાનમાંથી એક વર્ષ પહેલા ચોરી કરેલી સોલાર પ્લેટો સાથે આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. જેમાં ટીમે 36 હજારનો મુદ્દામાલ કબજે લઇને આરોપીને વધુ કાર્યવાહી માટે છાણી પોલીસને સોંપવામાં આવ્યો હતો. લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.વી.ચૌધરી એ.એસ.આઇ મનુભાઇ સોમાભાઇ, હે.કો અલ્પેશકુમાર દશરથભાઇ, પો.કો. આઝાદ રધુનાથ, પો.કો.ઇશાનકુમાર તુલસીભાઇ સાથે ઝોન-૦૧ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગની કામગીરીમાં હતા.
તે દરમિયાન પો.કો.આઝાદ રધુનાથ તથા પો.કો.ઇશાન તુલસીભાઇને બાતમી હકીકત મળી હતી કે પદમલા ગામ નાથા તલાવડી ખાતે રહેતો વિજયભાઇ રણછોડભાઇ ગોહિલ આજથી આશરે એક વર્ષ પહેલા ત્રણ સોલર પ્લેટો ચોરીને લાવ્યો છે અને તેણે તેન પોતાના ઘરમાં મુકી રાખેલી છે. જેના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેઇડ કરી હતી. જેમાં વિજયનાના ઘરમાંંથી ત્રણ સોલર પ્લેટો મળી આવી હતી. જે બાબતે પોલીસે તેની ધરપકડ કરી પુછપરછ કરતા આજથી એક વર્ષ પહેલા બીપીન નામના શખ્સ સાથે ભેગા મળી સોખડા ગામ સ્મશાનથી આગળ આવેલા ખેતરમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. સોલર પ્લેટ નંગ -૦૩ રૂા 36 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીને છાણી પો.સ્ટે. ખાતે આગળની તપાસ અર્થે મોકલી આપ્યો છે.