Dakshin Gujarat

ભરૂચની આંગણવાડીની મહિલા કર્મચારીઓને ન્યૂડ વીડિયો કોલ કરનાર પંજાબથી પકડાયો

ભરૂચઃ ભરૂચ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે આંગણવાડી કર્મચારીઓને ન્યૂડ વીડિયો કોલથી હેરાન કરનાર આરોપીને દબોચી લીધો છે. ઝડપાયેલો આરોપી પંજાબના ફિરોઝપુર જિલ્લામાં રહેતો હતો. ત્રણ દિવસ પહેલા ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા ખુબ જ ગંભીર રીતે કાર્યવાહી કરી હતી.

  • સાયબર પોલીસે આંગણવાડી બહેનોના હિતમાં આરોપીને ઝબ્બે કરીને ખરા અર્થમાં રક્ષાબંધન મનાવ્યોનો અહેસાસ

ભોગ બનેલી મહિલાએ ફરિયાદમાં વિગતો આપી હતી કે કોઈ અજાણ્યો વ્યક્તિ દિવસ-રાત દરમિયાન મહિલાઓને ન્યૂડ વીડિયો કોલ કરે છે. આ કારણે મહિલાઓમાં ગભરાઈ જઈને અને ડીપ્રેશનમાં આવી ગયા હતા.

પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર.ભરવાડની ટીમે તપાસ હાથ ધરી માનસિક વિકૃતતા ધરાવતા વ્યક્તિ દ્વારા સવારે, બપોરે અથવા તો રાત્રિના સમયે મહિલાઓને અશ્લીલ વિડીયો કોલ કરતા બહેનોમાં ભયનો માહોલ છવાતા તેઓ દ્વારા ભરૂચ સાઇબર ક્રાઇમ પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વેન્સના આધારે તપાસ શરૂ કરી હતી. ન્યુડ વિડીયો કોલ પંજાબથી આવી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે એક ટીમ પંજાબ રવાના કરી હતી.કોલ ટ્રેસ કરતાં આરોપીની ઓળખ ગુરજીતસિંહ મહેરસિંહ રાયશીખ (ઉ.વ.29) રહે-ચક મેધા વિરાન,પો-પીંડી,તા-જલાલાબાદ,જી-ફિરોજપુર,પંજાબની ધરપકડ કરી લીધી હતી.

આરોપી નશાની હાલતમાં વિકૃત માનસિકતા થતા જ મહિલાઓના મોબાઇલ નંબર મેળવીને ન્યૂડ વીડિયો કોલ કરતો હતો. પોલીસે પંજાબ જઈને તેની ધરપકડ કરી. આરોપીએ લાંબા સમયથી આંગણવાડી કર્મચારીઓને હેરાન કરવાની કબૂલાત કરી છે.

હાલમાં આરોપીની ભરૂચમાં ઓળખ પરેડ કરાવવામાં આવી છે. કોર્ટમાં રિમાન્ડ માટેની કાર્યવાહી ચાલી રહી છે. ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠન પ્રમુખ રાગિની પરમાર અને અન્ય મહિલાઓએ ભરૂચ પોલીસે ગણતરીના દિવસમાં ઝડપી પાડીને કામગીરી આવકાર દાયક નીવડી છે. ખાસ કરીને હાલમાં ભરૂચ પોલીસ જાણે આંગણવાડી બહેનો માટે સાચા અર્થમાં ભાઈ તરીકે આરોપીને ઝડપી પડતા રક્ષાબંધનનો તહેવાર મનાવ્યો હોવાનો અનુભવ થયો હતો.

Most Popular

To Top