Charchapatra

જરા શરમ કરો, માણસની સંકટની ઘડીમાં પણ શયતાની કૃત્ય?

જીઓ તો ઐસે જીઓ જૈસે કી સબ તુમ્હારા હૈ મરો તો ઐસે મરો કી તુમ્હારા કુછ ભી નહીં. આ બે પંકિત આપણને ઘણું કહી જાય છે. માણસ માયાને કારણે મૃત્યુ સમયે પણ જલદી પ્રાણ ત્યાગ કરી શકતો નથી અને એના મૃત્યુ માટે તેનાં સ્વજનોએ પ્રાર્થના કરવી પડે છે. માણસ જીવતો હોય ત્યારે તે સૌને પોતાના સમજે ઉચ્ચ નીચના ભેદભાવ વિના અને તે સૌને માટે જીવે તે જરૂરી છે.

માણસ સ્વકેન્દ્રી ન બનતાં દીન દુખિયાની સંભાળ લે તો વિશ્વમાં કોઇ દુ:ખી ન રહે. તેથી તો એક કવિએ ગાયું છે કે જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, દીન દુખિયાના આંસુ લોહતા અંતર કદી ન ધરાજો મારું… આજકાલ ભયંકર મહામારી ચાલી રહી છે તેમાં કેટલાક દવા (વેકસીન)ના કાળાબજાર કરે છે.

વધુ કમાવા માટે નકલી વેકિસનની ફેકટરી પણ નાંખે છે વધુ ધન કમાવા. તો શું તેઓ જયારે મૃત્યુ પામશે ત્યારે એ ધન સાથે લઇ જઇ શકશે? લોભ જ માણસને ખોટું કરતાં શીખવે છે. પોતાના સંતાન કે પત્ની કોઇ પણ સ્વજન, માણસના પાપમાં ભાગીદાર બનતા નથી. એના ઉદાહરણની કથા છે વાલિયા લુંટારાની. અત્યારના અતિ ભયંકર સંકટના સમયમાં એકબીજાને મદદરૂપ થવું ન જોઇએ? મદદરૂપ થવાના બદલે લુંટાવાનું? જો કે ઘણા સેવાભાવી માણસો છે જે નિ:સ્વાર્થ ભાવે સેવા કરે છે. તેઓને ધન્યવાદ.
મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top