Vadodara

ઈનચાર્જ ના.મામલતદાર રૂા.200ની લાંચ લેતાં ઝડપાયા

જાંબુઘોડા : જાંબુઘોડા મામલાતદાર ઓફીસ ના ઇનચાર્જ નાયબ મામલતદાર બસો રૂપિયાની લાંચ લેતા વડોદરા એસીબી ના છટકામાં આબાદ ઝડપાઈ જવા પામ્યા હતા. જાંબુઘોડા મામલતદાર કચેરી સહિત તાલુકાની અન્ય કચેરીઓના લાંચીયા અમલદારોમાં ફફડાટ ફેલાયો હતો.

વડોદરા એસીબીને આધારભૂત વર્તુળો  પ્રાપ્ત માહિતી અનુસાર ખાનગી રાહે માહિતી મળેલ કે મામલતદાર કચેરી જાંબુઘોડા ખાતે જાતિ આવક ના દાખલા કઢાવવા આવતા અરજદાર વાલીઓ પાસે થી કાયદેસર ની ફી ઉપરાંત રૂપિયા 100/-થી 500/- સુધીની રકમ લાંચ તરીકે લેતા હોવાની અને જાહેર જનતા ના માણસો ને જે તે વખતે ફરિયાદ આપવાનો અવકાશ રહેતો ન હોઈ જેથી હકીકત ની ખરાઈ કરવા સારું અને સત્ય જણાય તો કાયદેસર ની કાર્યવાહી કરવા સારૂ આજ રોજ 23/6/2021 ના રોજ ડિકોયરનો સાથ સહકાર મેળવી જાંબુઘોડા મામલતદાર કચેરી ખાતે છટકા નું આયોજન કરવામાં આવ્યુ હતુ

છટકામાં  ડિકોયર પાસેથી એન. એન.રાઠવા ઇન. એ ટી વી ટી નાયબ મામલતદાર જાંબુઘોડા તેમજ પૂર વિભાગ ના રેગ્યુલર નાયબ મામલતદાર હાલ.રે. બોડેલી તા બોડેલી જી છોટાઉદેપુર મુળ. રેહવાસી. સધલી તા પાવી જેતપુર  જી છોટાઉદેપુર એ જાતિ નો દાખલો કાઢી આપી પંચ નંબર 1 ની હાજરી માં ડિકોયર પાસે થી હેતુ લક્ષી વાતચીત કરી રૂ.200(બસો)ની માંગણી કરી લાંચ સ્વીકારતાં છટકામાં આબાદ ઝડપાઇ ગયા હતા. રાજ્ય સેવક ના હોદ્દા નો દુર ઉપયોગ કરી ગુન્હો કર્યો હતો.

વડોદરા એસીબીના સુપરવિઝન અધિકારી એસ એસ ગઢવી મદદનીશ નિયામક એસીબી વડોદરા એકમની સુચના અને માર્ગદર્શન હેઠળ  એસ.એસ.રાઠોડ પો.ઇ એસીબી વડોદરા ફિલ્ડ વડોદરા તથા સ્ટાફ ના કર્મીઓએ સફળ ટ્રેપનું આયોજન કરી લાંચ લેતા ઝડપાઇ જનાર નાયબ મામલતદાર નવીનભાઈ એન રાઠવા વિરુધ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top