કોલકાતા (Kolkata): પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી (West Bengal assembly elections 2021) પહેલા રાજકીય માહોલ વધારે પડતો જ ગરમ થઇ ગયો છે. આ વખતે BJP પ.બંગાળમાં પગ-પેસારો કરવા કમર કસી લીધી છે. અમિત શાહની રણનીતિ ઘણા અંશે અસરકારક સાબિત થવાથી મમતા બેનર્જીની (Bengal Chief Minister Mamata Banerjee) પોતાના જ પ્રદેશામાં હાલત કફોડી થઇ ગઇ છે. અત્યાર સુધી TMC (Trinamool Congress) ના ઘણા નેતાઓ BJPમાં જોડાયા છે, જે મમતા બેનર્જી માટે એક મોટો ઝટકો હતો.
TMCના એક પછી એક નેતાઓ પાર્ડી છોડીને ભાજપમાં જોડાઇ રહ્યા છે ત્યારે આજે મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે તે પોતે નંદીગ્રામની (Nandiram) સીટ પરથી ચૂંટણી લડશે. સુવેન્દુ અધિકારી (Suvendu Adhikari) નામના TMC ના ટોચના નેતા કે જે TMC નું હૂકમનું પત્તુ ગણાતા તેમણે ડિસેમ્બરમાં પાર્ડી છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. નંદીગ્રામ પર સુવેન્દુ અધિકારીનું વર્ચસ્વ રહ્યુ છે. 2011 અને 2016ની ચૂંટણીમાં સુવેન્દુ અધિકારીએ આ સીટ પરથી ચૂંટણી જીતીને મમતા બેનર્જીને મોટી જીત અપાવવામાં મદદ કરી હતી.
આજે નંદીગ્રામમાં એક જાહેર સભાને સંબોધિત કરતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે “હું નંદીગ્રામથી લડીશ. નંદીગ્રામ મારા માટે ભાગ્યશાળી સીટ છે.” તેમણે કહ્યું કે તે બે વિધાનસભા મત વિસ્તારમાંથી લડશે, જેમાંથી એક કોલકાતાની ભવાનીપુર બેઠક અને બીજી નંદીગારમા હશે. 2007 માં, નંદીગ્રામમાં સેઝ પ્રોજેક્ટના વિરોધમાં 14 લોકોનાં મોત થયાં હતા. ડાબેરી સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદની ચૂંટણીઓમાં મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસે “મા, માટી, માનુષ” પ્રચાર કર્યો હતો.
હજી 5 જાન્યુઆરીએ મમતા બેનર્જીની TMCના ધારાસભ્ય અને પૂર્વ ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લાએ ( Laxmi Ratan Shukla ) મંત્રીપદ પરથી રાજીનામું આપ્યું હતું. લક્ષ્મી રતન શુક્લા બંગાળ સરકારમાં રમત પ્રધાન હતા. બે દિવસ પહેલા TMC ના શતાબ્દી રૉય (MP Satabdi Roy) એ પાર્ટી છોડવાની ચીમકી આપી હતી, પણ TMC એ તેમને યુનિટ વાઇસ પ્રમુખ જાહેર કરી દીધા આખો મમાલો થાળે પડ્યો હતો. આજના નિર્ણયથી બંગાળમાં દીદીએ ભાજપને ઓપન ચેલેન્જ આપી એમ કહ્યુ હોય કે જીતીને બતાવો એવું લાગે છે. હવે બંગાળ ચૂંટણઈઓમાં ખરેખરર રસાકસીનો માહોલ હોય એવું લાગે છે.