મલ્લિકા શેરાવત સારી એકટ્રેસ હોય કે ન હોય, તેને જોવા પ્રેક્ષકો તૈયાર તો હોય છે. તેણે જીદપૂર્વક પોતાને ટકાવી પણ રાખી છે અને એટલે રજત કપૂરની ફિલ્મમાં ગુલાબો અને નેહાની ભૂમિકામાં આવી રહી છે. ‘આરકે/આરકે’ નામની આ ફિલ્મ વિદેશોમાં પ્રશંસા પામ્યા પછી રજૂ થઈ રહી છે અને મલ્લિકા માને છે કે તે આ ફિલ્મમાં બહુ જૂદી દેખાશે. હા, તે તેની ઈમેજ મુજબ બોલ્ડ જ દેખાશે. હા, તે તેની ઈમેજ મુજબ બોલ્ડ જ દેખાશે. મલ્લિકા માટે એવી ભૂમિકા જ વધારે સહજ છે. તે આ ફિલ્મમાં 1950ના વર્ષોની અભિનેત્રીનું પાત્ર ભજવી રહી છે. રજત કપૂર અભિનેતા અને દિગ્દર્શક તરીકે સારો છે પણ આ ફિલ્મ જોવાશે તો મલ્લિકાના કારણે જ જોવાશે. થિયેટરમાં ગયા પછી વાત બદલાતી હોય છે તે મલ્લિકા ય જાણે છે પણ તે આ ફિલ્મની પોસ્ટર ગર્લ છે.
મલ્લિકાને ‘ગર્લ’ કહેવી જરા મુશ્કેલ તો પડે કારણકે તે 45 વર્ષની છે પણ તેણે પોતાની બોડી અને બ્યુટી જાળવી રાખી છે. હરિયાણાની રીમા લાંભા જાટ કોમની છે જે મજબતીથી ટક્કર લેવાનું જાણે છે. કરનસીંઘ ગીલને પરણ્યા પછી છૂટાછેડા લઈ તેણે કારકિર્દી આરંભી અને ટકી ગઈ છે. શરૂઆત તેણે મ્યુઝિક વિડીયોમાં અભિનયથી કરેલી પણ ‘જીના સિર્ફ મેરે લિયે’માં પહેલીવાર આવી પછી અટકી નથી. મહેશ ભટ્ટ. અનુરાગ બસુની ‘મર્ડર’માં તેણે આકર્ષક ભૂમિકા કરેલી. મહેશ ભટ્ટની નજર મલ્લિકા જેવી પર વહેલી પડે ને મલ્લિકા પણ એવું જ ઈચ્છતી હતી પણ તે મણી રત્નમની ‘ગુરુ’ માં પણ આઈટમ નંબર કરી ચુકી છે. તેનો અર્થ એ કે તે કમર્શીયલ વેલ્યુ ઊભી કરી ચુકી હતી. તેણે એકથી વધુ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે પણ મુખ્ય ભૂમિકા ન હોય તે સારા પૈસા મળે તો આઈટમ નંબરનો ય વાંધો ન હોય. તે નાની ભૂમિકા કરેતો પણ પ્રેક્ષકની નજરે ચડયા વિના ન રહે. ‘વેલકમ’ એક કોમેડી ફિલ્મ હતી તેમાં ઈશિકાનું પાત્ર ઘણાને મૌજ કરાવી ગયેલું. આઈટમ નંબરની તો નવાઈ નથી પણ તે તમિલ, ઈગ્લિંશ, ચાઈનીઝ ફિલ્મોમાં સ્થાન પામે એવીય તાકાત બતાવી ચુકી છે. બે વર્ષ પહેલાં તે ‘બૂ સબકી ફટેગી’ વેબ સિરીઝમાં હસીના નામની ભૂત બનેલી.
મલ્લિકા શેરાવતને હવે ઓછી ફિલ્મો મળતી થઈ છે એ જો કે હકીકત છે પણ પ્રેક્ષકો હજુ તેને જોવા આતુર છે આ કારણે જ તે ‘તુમ્હારી પ્યારી સવિતા’માં ય અત્યારે રોકાયેલી છે ને તેમાં પણ રજત કપૂર છે. બીજી એક ફિલ્મ ‘નાગમતી’ છે. મલ્લિકા આજે પણ ફિટ એન્ડ ફેબ્યુલસ છે એવું બધા સ્વીકારે છે. ઈન્ડિયાથી વધારે તે લોસ એન્જલસમાં રહે છે. તેની ‘આરકે/આરકે’ અગાઉની ‘પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ’ ‘ડરના જરૂરી હૈ’, ડબલ ધમાલ’ જેવી પૂરવાર થશે કે નથી તે ખબર નથી પણ તે જૂદી તો જરૂર પડશે. તે દિપીકા પાદુકોણ નથી, તાપસી પન્નુ નથી, જાન્હવી કપૂર નથી કે કિયારા અડવાણી નથી પણ મલ્લિકા શેરાવત છે. ફિલ્મોમાં પોતાની ડિમાન્ડ રહે તે બાબતે સફળ રહી છે ને હજુ તેની મહત્વાકાંક્ષા ઓછી નથી થઈ. •