નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ અને પાર્ટીના અત્યંત વફદાર નેતા ગુલામ નબી આઝાદનો (Ghulam Nabi Azad ) રાજ્યસભમાં કાર્યકાળ પૂરો થયો એ દિવસે વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે, કોંગ્રેસ માટે ગુલામ નબી આઝાદનો પર્યાય શોધવો બહુ કઠિણ હશે કારણ કે ગુલામ જી પાર્ટી વિશે જ નહીં પણ દેશ અને સંસદ વિશે પણ એટલું જ વિચારતા હતા. કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારે કહ્યું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Kharge) રાજ્યસભામાં ગુલામ નબી આઝાદનું સ્થાન લેશે.
આઝાદની નિવૃત્તિ બાદ કોંગ્રેસે રાજ્યસભાના અધ્યક્ષ એમ.વેંકૈયા નાયડુને ખડગેને વિપક્ષ પદના નેતા તરીકે નિયુક્ત કરવા માટે પત્ર લખ્યો હતો, જે રાજ્યસભાના સભ્ય તરીકે 15 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થતાં આઝાદના કાર્યકાળ પછી ખાલી પડશે.
આઝાદ જમ્મુ અને કાશ્મીરના ઉચ્ચ ગૃહના સભ્ય છે જો કે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા પછી જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશો બન્યા છે. એટલે હવે જમ્મુ કાશ્મીર તરફથી કોઇ ઉમેદવાર બેસાડી શકાશે નહીં. જણાવી દઇએ કે રાજ્યસભમાં ગુલામ નબી આઝાદનું સ્થાન લેનાર મલ્લિકાર્જુન ખાર્ગે કર્ણાટકના દલિત નેતા છે. તેઓ વર્ષ 2014 થી 2019 દરમિયાન લોકસભામાં કોંગ્રેસના નેતા હતા. જાણવા મળ્યુ છે કે પાર્ટી આ પદ માટે આનંદ શર્મા હતા, જે હાલમાં રાજ્યસભામાં પાર્ટીના ઉપ-નેતા છે; પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ (P Chidambaram); અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહ (Digvijaya Singh) જેવા વિકલ્પો પર ચર્ચા કરી રહી હતી.
9 ફેબ્રુઆરીએ સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના આ વરિષઠ નેતા ગુલામ નબી આઝાદને અશ્રુ વિદાય આપી હતી. મોદી 13 મિનિટના ભાષણ દરમિયાન ઘણી વાર ભાવુક થયા હતા. મોદીએ એક જનો કિસ્સો કહી સંભળાવ્યો હતો અને અંતે કહ્યુ હતુ કે, ‘વ્યક્તિગત સ્તરે, હું તેમને વિનંતી કરીશ કે તે ગૃહમાં નથી તે ધ્યાનમાં ન લે. મારો દરવાજો હંમેશાં તમારા માટે ખુલ્લો છે … હું હંમેશાં તમારા મંતવ્યોનું સ્વાગત કરીશ. હું તમને નિવૃત્ત થવા દઉં નહીં.’.
આઝાદ પણ તેમના જવાબ દરમિયાન ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે ભાજપ હંમેશાં “રાષ્ટ્રવાદી રાજકારણ” નો ભાગ રહ્યો છે, અને તેમને “ગર્વ” છે કે તેઓ “હિન્દુસ્તાની મુસ્લિમ” છે. આઝાદે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ના રદ કરવાનો ઉલ્લેખ કર્યો ન હતો. ઊલટું તેમણે કાશ્મીરી પંડિતોની દુર્દશા તરફ ધ્યાન દોરવાની કોશિશ કરી હતી. અને મોદી અને ગૃહમંત્રી અમિત શાહને સંબોધતા આઝાદે કહ્યું હતુ કે, ‘તમે બંને અહીં બેઠા છો. જે ઘરો તોડી પડાયા હતાં તે મકાનો બનાવો, આપણે બધાએ આ માટે પ્રયત્ન કરવો પડશે.’.