મકરંદ દેશપાંડેને સહુએ હમણાં જ RRRમાં જોયો છે. મકરંદ આમ મરાઠી છે, પણ તે તમિલ, કન્નડ, તેલુગુ, મલયાલમ અને મરાઠી ફિલ્મોમાં કામ કરે છે ને હિન્દીમાં તો અલબત્ત કરે જ છે. મૂળ ગુજરાતી, હિન્દી, મરાઠી, નાટકોમાં અભિનેતા – દિગ્દર્શક – લેખક તરીકે કામ કરતા મકરંદને હમણાં જ ડીઝની કે હોટસ્ટારની ‘શૂરવીર’ નામની વેબ સિરીઝ મળી છે.
આ સિરીઝમાં મકરંદ મુખ્ય ભૂમિકામાં છે અને તેની સાથે મનીષ ચૌધરી, રેજના કાસાન્ડા, અમરમાન, રાલ્હન, આદિલ ખાન, આરીફ ઝકરીયા વગેરે છે. કનિષ્ક વર્મા દિગ્દર્શિત આ વેબ સિરઝમાં આર્મી નેવી અને એરફોર્સના શૂરવીરોની કહાણી કહેવાશે.
મકરંદ દેશપાંડેએ ‘કયામત સે કયામત તક’થી આરંભ કરેલો. તેના પાત્રો હંમેશા જુદા રહ્યાં છે. મહેશ ભટ્ટીની ‘સર’, ‘નાજાયઝ’ ઉપરાંત રામ ગોપાલ વર્માની ‘સત્યા’ અને ‘જંગલ’, ‘કંપની’ અને આશુતોષ ગોવારીકરની ‘સ્વદેશ’ અને સંજય લીલા ભણશાલીની ‘ગુજારીશ’ જેવી ફિલ્મો કરી ચુકેલો મકરંદ દેશપાંડે અત્યારે ‘સિક્રેટ’, ‘ફાઇનલ ટ્રેપ’, ‘લાઇગર’ ઉપરાંત ‘બદલા’ નામની વેબ સિરીઝમાં કામ કરી રહેલો મકરંદ અત્યારે સાઉથની ‘સાયન્ના વર્થાકલ’, ‘કોડ એલ’, ‘થગ્ગેધેલે’ સહિતની ફિલ્મોમાં કામ કરે છે.
મોટા અને ઘુંઘરાળા વાળવાળો મકરંદ ‘ઇન્સાઇડ એજ’માં મુકુંદ પાનસરે, ‘મોદી – જર્ની ઓફ ધ કોમન મેન’માં લક્ષ્મણ, ‘ઇનામદાર – ધ વર્ડિક્ટ સ્ટેટ વર્સિસ નાણાવટી’માં ચંદુ ત્રિવેદી, ‘પબ્લિક પ્રોસક્યુટર’, ‘હન્ડ્રેડ’માં સત્યેન્દ્ર આહિર અને હમણાં ‘ધ ફેમ ગેમ’માં હરિલાલની ભૂમિકા કરનાર મકરંદ દેશપાંડે સ્વયં દિગ્દર્શક તરીકે પાંચેક ફિલ્મો બનાવી ચૂક્યા છે.
મકરંદને થાક નથી અને ઘણા દિગ્દર્શકો તેને ખાસ બોલાવીને પાત્ર આપે છે.
મકરંદ ‘શૂરવીર’ બન્યો
By
Posted on