Charchapatra

દેવોની ભાષા ફરજિયાત બનાવો

દેવોની ભાષા એટલે સંસ્કૃતી. આજકાલ એને અઘરામાં અઘરી ભાષાનું સ્વરૂપ કહેવામાં આવે છે. સરકારમાં બેઠેલા શિક્ષણશાસ્ત્રીઓ પણ એને એજ રીતે ઓળખાવે છે અને શિક્ષણમાં વિકલ્પની ભાષામાં મૂકી દે છે. પરંતુ પ્રાચીન કાળમાં તો કોઇ જાતપાત કે એવી બીજી વિભાજનની નીતિ જ નહતી ત્યારે સંસ્કૃત ભાષા જ બોલાતી અને લખાતી. સૂરતથી એક મુસલમાન વ્હોરા યુવાન સંસ્કૃત ભાષામાં અખબાર બહાર પાડે છે. ઘણાં યુવાનો વૈકલ્પીક ભાષા તરીકે પોતાના ભણતરમાં સંસ્કૃત ભાષાને સ્થાન આપે છે. બધી ભારતીય ભાષાના મૂળ સંસ્કૃત જ છે. અરે દેશ શું વિદેશોમાં પણ સંસ્કૃત ભણાવાય છે. જમીનમાં પણ સંસ્કૃત ભાષા શાળાઓમાં ફરજીયાત શીખવાય છે. જર્મનો પોતાની ભાષાનું મૂળ સંસ્કૃત ગણે છે. ભારતમાં એને દેવોની ભાષા કહેવામાં આવે છે.

પરંતુ શિક્ષણમાં મહત્વ આપવામાં આવતું નથી. ભારતની શાળાઓમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ વૈકલ્પીક ભાષા તરીકે ફારસી, પશ્ચિયન, ઉર્દૂ, ફ્રેન્ચ વગેરે ભાષા પસંદ કરે છે. જયારે ફ્રાન્સમાં પણ ઘણાં રાજ્યોમાં વૈકલ્પીક ભાષામાં સંસ્કૃતને સ્થાન છે. સંસ્કૃત ભાષા એક મહત્વની ભાષા છે. ભારત સરકારે શિક્ષણમાં સંસ્કૃતને અગ્ર સ્થાને રાખવી જોઇએ. ફરજિયાત ભાષામાં સ્થાન અપાશે તો વિદ્યાર્થીઓને બીજી ભાષા શીખવામાં મદદરૂપ થશે. ભારતના શિક્ષણ શાસ્ત્રીઓમાં પણ મોટા ભાગની વ્યકિતઓ સંસ્કૃત ભાષાનું જ્ઞાન ધરાવે જ છે. ખરેખર ભારતમાં અંગ્રેજીને વૈકલ્પીક ભાષાનું સ્થાન મળવું જોઇએ. જે તે રાજયની માતૃભાષા ઉપરાંત હિંદી અને સંસ્કૃત ભાષાને ફરજિયાત બનાવવી જોઇએ.
પોંડીચેરી            – ડો. કે.ટી. સોની     – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top