Charchapatra

રસ્તા અને વાહનચાલકોને વધારે સલામત બનાવો

માર્ગ પર આગળ બમ્પ છે. વાહનની ગતિ ધીમી કરો જ્યાં ભયાનક વળાંક, ઢોળાવ, શૈ. સંસ્થા જ્યાં વિદ્યાર્થીની અવરજવર વધુ હોય. સામ સામા રસ્તા ભેગા થતા હોય અથવા જ્યાં વાહન ચાલકોની વાહન હાંકવાની ઝડપી ગતિથી જીવલેણે અકસ્માત થવાનો ભય વધુ હોય એવી જગ્યાએ આગળથી વાહનની ગતિ ધીમી કરો. આગળ બમ્બ હોવાના સંકેત આપતા બોર્ડ જોવા મળે છે. અગાઉના સમયમાં માઈલસ્ટોન જેવા જ બમ્પરના ચિત્ર દોરેલા સ્ટોન મૂકવામાં આવતા હતા જેનાથી પૂર ઝડપે વાહન હાંકતા ચાલકને સંકેત મળી જતા અને વાહનની ગતિ ઓછી કરી આગળ વધતા. આજે લોખંડના સ્ટેન્ડ પર બમ્પર, ટુમ્બપર, ટ્રિપલ બમ્પર હોવાના સંકેત બોર્ડ જોવા મળે છે.

વાહનચાલકો, રાહદારી, પશુઓ વગેરેની સલામતી માટે બોર્ડ અને Speed breakrsની આવશ્યક્તા હોવી જરૂરી છે. પરંતુ નાના કસ્બા, સોસાયટી, ગામડામાં જ્યાં-ત્યાં આડેધડ બમ્પર મૂકેલા હોય છે. કેટલીક જગ્યાએ બમ્પની ઉચાઈ વધારે અને ઢોળાવ ઓછો જોવા મળે છે. જેથી વાહનને પણ નીચે નુકસાન થઈ જાય છે. વાહનચાલક ઉછળી પડે છે. અને જીવલેણ અકસ્માત નોતરી શકે છે. રોડ પર બમ્પર હોવાના સંકેત આપતા બોર્ડ પણ જોવા મળતા નથી. બમ્પર પર નિયામનુસાર સફેદપટ્ટા દોરેલા હોવા જોઈએ તે પણ જોવામાં આવતા નથી. શેરીઓમાં બ્લોક બેસાડેલા હોય છે.

બ્લોક વડે બમ્પર બનાવી દેવામાં આવે છે. જેના કોઈ સંકેત જોવા મળતા નથી. જેથી અજાણ્યા વાહન ચાલકો અજાણતા જ વાહન કૂદાવે છે જેથી શરીરને પણ નુકસાન થાય છે અને વાહનને પણ નુકસાન થઈ જાય છે. ગામડા કે કસ્બામાં બમ્પર હોવાના સંકેત આપતા બોર્ડ, સફેદપટ્ટા દોરવાની જવાબદારી સ્થાનિક સંસ્થાને સોંપવી જરૂરી છે અને એ અંગેના ખર્ચની જોગવાઈ પણ કરવી જરૂરી છે. જેથી આવી કામગીરી થકી નિર્દોષ માણસના જીવ બચી શકે. અને વાહનચાલકને પણ સલામતી માટે સુવિધા મળી જાય. જાગૃત નાગરીકોની પણ ધ્યાન દોરવાની ફરજ છે.
કોબા      – મગનલાલ એલ. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top