ખૂબ જ ટૂંક સમયમાં શહેરમાં ગણેશ ઉત્સવનો પ્રારંભ થશે. કોરોનાના કપરા કાળમાંથી પસાર થયેલી સુરતની પ્રજા ગણેશ ઉત્સવ મનાવવા અતિશય ઉત્સાહીત છે જે સ્વાભાિવક અને સમજી શકાય છે પરંતુ આજ ગણેશ ઉત્સવને શહેરના તમામ મંડળો દ્વારા જનહિત ઉત્સવમાં પરિવર્તીત કરવો જોઇએ. દસ દિવસમાં શહેરીજનોના લાભોથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવું જોઇએ જેમકે રકતદાન શિબિર, ચશ્માઓનું વિતરણ, સંપૂર્ણ બોડી ચેકઅપ, સરકારી જનહિતને લગતી વિવિધ યોજનાઓ વિશે જનતાને સમજ આપવી તે સંદર્ભમાં મેડીકલને લગતા સરકારી યોજનાઓના કાર્ડ કાઢી આપવા, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ બનાવવા એવા લોકહિતના કાર્યો કરી ખરા અર્થમાં ગણેશ ઉત્સવને જનહિત ઉત્સવ બનાવવો જોઇએ એજ ગણેશજીના શ્રીચરણોમાં સાચી ભકિત હશે.
સુરત -રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
ગણેશ ઉત્સવને જનહિત ઉત્સવ બનાવો!
By
Posted on