Comments

સી.એમ. પદની ગરિમા જાળવો

હાલમાં જ બિહાર રાજ્યમાં ઝેરી દારુના પરિણામે સત્તાવાર આંકડાની દૃષ્ટિએ જુએ તો 40 લોકોનાં અકાળે મૃત્યુ થયાં અને મોટી સંખ્યામાં બિહારવાસીઓ હોસ્પિટલાઇઝ થયાં. જેમાં વિરોધમાં વિરોધ પક્ષ ભાજપે નીતીશ સરકાર સામે ખૂબ જ આકરો અને યોગ્ય વિરોધ પ્રદર્શન કર્યું. જેના સંદર્ભમાં બિહારના મુ.મંત્રીશ્રી નીતીશકુમારે પદની ગરિમાની પ્રતિકૂળ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે દેશમાં દરેક રાજ્યોમાં શરાબના પરિણામે લોકો મૃત્યુ પામે જ છે. એમાં કંઇ જ નવું નથી અને શરાબ વ્યસનીઓ છે તેમનું મૃત્યુ તો થવાનું જ છે. એક વરિષ્ઠ રાજકારણી એમ રાજ્યમાં મુ.મંત્રીને આવું અયોગ્ય સ્ટેટમેન્ટ શું શોભે છે. શું રાજ્યનાં લોકોના પ્રતિનિધિ આવા નિષ્ઠુર હોય. તેમની જવાબદારી નથી થતી.

સુરત     – રાજુ રાવલ         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સંસદનું સત્ર તોફાની બનશે?
સંસદ સત્ર શરૂ થવાના આગલા દિવસે સર્વપક્ષીય સભા યોજી સરકાર વિપક્ષનો સહકાર માંગે છે અને વિપક્ષ તેના માટે તત્પરતા પણ દર્શાવે છે. સત્ર શરૂ થવાના આગલા દિવસે લગભગ દરેક વખતે અખબારમાં સમાચાર પ્રગટ થાય છે કે સંસદનું આગામી સત્ર તોફાની બનશે. મોંઘવારી અને બેરોજગારીના પ્રશ્ને વિપક્ષ સરકારને ઘેરશે વગેરે. સંસદનું મૂળ અને મુખ્ય કામ કાયદા ઘડવાનું છે. સરકારે સંસદમાં રજૂ કરેલ ખરડાઓની ચકાસણી કરી તેના પર અભ્યાસપૂર્ણ 2-3 દિવસ સુધી ચર્ચા કરી ખરડો મંજૂર કે નામંજૂર કરવાનો હોય છે. ગત સત્ર લગભગ આખું ધાંધલધમાલના કારણે વેડફાયું હતું. છતાં કેટલાક ખરડાઓ કોઇ ચકાસણી કે ચર્ચા વગર માત્ર 7 મિનિટમાં પસાર કરાયા હતા. ઉતાવળે પસાર કરાયેલ આવા કાયદાઓની કાયદેસરતા કયારેક અદાલતમાં પડકારાય છે. જો શાંત ચિત્તે અને પુખ્ત વિચારણાના અંતે કાયદાઓ પસાર થાય તો ન્યાયતંત્ર પર વધારાનો બોજો આવે નહીં. આ રીતે તો સંસદરચના પાછળનો મૂળ હેતુ માર્યો જાય છે જે ઇચ્છનીય નથી. ખરડાઓ સૌ પ્રથમ જનતાની જાણ માટે મૂકી સૂચનો મંગાવવાં જોઇએ.
પાલનપુર – અશ્વિનકુમાર ન. કારીઆ   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top