ઉમરેઠ: આણંદ જિલ્લામાં પસાર થતી મહિસાગર નદીના 18 કિમી તટમાંથી હાલમાં રેતી ખનન માટે લીઝ પર આપવા આવેલ 10 કિમીથી વધુ પટને કારણે મદીનદીનો તટ ખલાસ થઇ ગયો છે. ઉબડખાબડ બની ગયો છે.તેથી નદીના તટ તડબૂચ,કાંકડી, શંકરટેટી સહિત ખેતી ઓછી થઇ ગઇ છે.
હાલમાં માત્ર અહિમા અને શીલીનો 8 કિમી તટ સમતડ બચ્યો હતોતે પણ સ્થાનિક તંત્ર દ્વારા 5 ભૂમિયાઓને 5 હેકટરથી વધુ જમીન એટલે 60 વીધા જમીન બ્લોક પાડી રેતી ખનન માટે આપી દેવાનો તખતો રચાયો છે.જેના પગલે અહિમાઅને શીલીના ગ્રામજનો રોષ જોવા મળી રહ્યો છે.રવિવારે અહિમા ગ્રામ પંચાયતમાં ખેડૂતો અને ક્ષત્રિય સમાજના લોકોએ ભેગા મળીને તેનો રેતીખનન માટે બ્લોક વિરોધ નોંધાવ્યો છે.
અહિમા અને શીલી ગામે મહિનદીના કોતર વધારે આવેલા છે. ખેતી લાયક જમીન ઓછી છે.ત્યારે આ વિસ્તારમાં અહિમા ગામના 500 પરિવારો દ્વારા દરવર્ષે નદીના તટમાં તડબૂચ, કાંકડી અને શંકરટેટી સહિત શાકભાજી ખેતી કરીને વાર્ષિક ગુજરાન ચલાવી
રહ્યાં છે.
તેની સાથે 1500 વધુ લોકોને મંજૂરી થકી રોજીરોટી મળે છે. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા 5 ભૂમિયાઓને રેતીખનન માટે 5થી વધુ બ્લોક પાડીને નદીના તટની સમતડ જમીન ફાળવી દેવામાં આવી છે. જેના કારણે અહિમા ગામના 500 પરિવારોની રોજીરોટીનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. જેને લઇ ગ્રામજનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામ પંચાયત ખાતે મીટીંગ બોલાવીને તેનો જોરદાર વિરોદ કરવામાં આવ્યો હતો.
અહિમા ગામના લોકો નદીતટમાં ખેતી કરીને 500 પરિવારો દૈનિક બે લાખની આવક મેળવે છે
અહીંમા ગામે ખેતીની જમીન નહીંવત છે. તેથી 500 પરિવારો નદીના તટમાં શાકભાજી અને ફળોની ખેતી કરીને દૈનિક 2 લાખની આવક મેળવે છે. આમ એક પરિવારને દૈનિક ચારની આવક મળે છે. માસિક 12 હજાર રૂપિયા મળે છે. 5 માસની ખેતીમાં 60 હજારની આવક મેળવે છે. તેમાંથી વાર્ષિક ગુજરાન ચલાવે છે. સાથે સાથે 1500 મંજૂરોને રોજીરોટી મળે છે. ત્યારે રેતી માટે બ્લોક પાડવામાં આવશે તો 500 પરિવારોની રોજીરોટી પ્રશ્ન ઉભો થયો છે. –મીનદ્રસિહં ચૌહાણ કરણ સેના ઉમરેઠ
અહિમાઅને શીલ નદીના તટનું ધાર્મિક મહત્વ છે
આણંદ જિલ્લા મહિનદી તટ એક માત્ર શીલ અને અહિમા ગામે સમતડ આવેલો છે. જયાં શિવરાત્રિ, ધુળેટી, સહિત શનિવાર અને રવિવારના રોજ ક્ષત્રિય સમાજ સહિત દરેક સમાજના લોકો સ્નાન કરવા અને માનતા પુરી કરવા માટે આવે છે. તેમ ચૈત્ર માસમાં પગપાળા પાવાગઢ જવા માટે એક માત્ર ટુંકો માર્ગ છે. 50 હજારથી વધુ યાત્રિકો અહિમા પાસે આવેલા છીછરા નદીતટમાં પસાર થાય છે. પરંતુ રેતી માટે બ્લોક પડાશે આ રસ્તો બંધ થઇ જશે. જેને લઇ ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. – ભીખાભાઇ પરમાર અહિમા
રેતી ખનન માટે બ્લોક પડાશે આંદોલન કરાશે
અહીમા નદી તટમાં નાની મોટી 100થી વધુ વાડીઓ આવેલી છે. જેમાં તડબુચ સહિત ખેતી કરવામાં આવે છે.જેમાં રોજીરોટી મળે છે. આ સિવયા આ વિસ્તારના લોકો માટે રોજીરોટી માટે અન્ય કોઇ સાધન નથી. ત્યારે બ્લોક પાડીને જમીન ફાળવી દેવામાં આવશે તો સ્થાનિક લોકો રોજીરોટી ગુમવાશે તેની સામે વિરોધ નોંધાવવામાં આવે છે. તેમ છતાં તંત્ર દ્વારા આ કાર્યવાહી નહીં રોકવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે-ભદ્રસિહં ચૌહામ, સ્થાનિક રહીશ અહિમા