Business

મહાઠગ સંજયે પ્લોટો વેચી રૂા.1.61 કરોડ હજમ કર્યાં

વડોદરા: વડોદરા મહાનગર પાલિકા શહેર ના રાજમાર્ગો અને વિવિધ વિસ્તારો મા હોર્ડિંગ માટે ઈજારો આપવામા આવતો હોય છે. જયારે કેટલાક સ્થાનિક લોકો વગર પરમિશને પણ હોર્ડીગ લગાવી દેતા હોય છે જમીન મિલ્કત (કોમર્શિયલ) શાખા આવા લોકો ને દંડ ફટાકરતા હોય છે આમ પાલિકા ને હોર્ડિંગ ના ધધાં મા તગડી આવક થતી હોય છે. પરંતુ વડોદરા પાલિકામા હોર્ડીગ ના ઈજારેદાર સાથે મીલીભગત રાખી ને ગજવા ગરમ કરવાનો ખેલ પણ ચાલી રહીયો હોવાનું કહેવાય છે
જાણવા મળેલી વિગતો અનુસાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને રવિ કોમ્યુનિકેશ ને 69 ગેન્ટ્રી ગેટ નો ઈજારો આપવામા આવ્યો હતો.

જયારે વડોદરા ના વુડા સર્કલ રાત્રી બજાર પાસે ભરચોમાસા મા જાનહાની થાય તેવી રીતે ગેન્ટ્રી ગેટ તૂટી પડતા શહેર ના નગરજનો મા ભારે હોહા થતા રવિ કોમ્યુનિકેશન ને 10 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવેલ. સદનસીબે આ દુર્ઘટના મા કોઈ જાનહાની થઇ ન હતી. બ્લેક લિસ્ટ કર્યા બાદ પાલિકા ના “98”લાખ રૂપિયા જેવી માતબર રકમ ફસાઈ ગઈ હતી. વારંવાર ની નોટિસો છતાં આ રકમ પરત ને આવતા પાલિકા ને હાલ તો એક કરોડ રૂપિયા જેટલો ચૂનો લાગી ગયો છે ઉલ્ટા કોટવાલ ને દંડે તેમ રવિ કોમ્યુનિકેશને પાલિકા વિરૂધ્ધ હાઈ કોર્ટ મા SCA/14578/2021 મુજબ નો કેસ દાખલ કરતા હવે પાલિકા ને રૂપિયા ક્યારે મળશે એ તો પાલિકા જ જાણે.

આ પેઢી ને ડાયરેક્ટરો ના નામ જોગ બ્લેક લિસ્ટ કર્યા બાદ પણ તેમની બીજી પેઢી ના નામે ધંધો ચાલુ રહેવા પામ્યો છે ઉલ્લેખનીય છે કે ગત એપ્રિલ મહિના મા અલકાપુરી ગરનાળા મા આગ લાગી હતી જેમનો કોન્ટ્રાક પણ રવિ કોમ્યુનિકેશ પાસે હતો. જેમાં 10 વર્ષ સુધી મેન્ટેન્સ ની જવાબદારી જેતે કોન્ટ્રાકટર ની હોય છે. પરંતુ શહેર ની સુંદરતા વધારતું આ ગરનાળુ ભૂતિયા મહેલ જેવું હાલ દેખાય છે. છતાં પણ કોન્ટ્રાકટરે કામ ના કરીને પાલિકાએ સ્વખર્ચે ગરનાળાની કામગીરી કરી હતી. બ્લેક લિસ્ટ કરનાર કોન્ટ્રાકટરને પડી નથી.

આ કોન્ટ્રાકટર નો કોન્ટ્રાક 2022 મા પૂર્ણ થયો છે તેમ છતાં આજે પણ તેમના પોલ પર જાહેરાત ના હોર્ડિંગ લટકતા જોવા મળે છે જયારે સનઆઉટ ડોર ના નામે આજે 9 પોલ પર તેમની જાહેરાતો ના હોર્ડિંગ લટકે છે સામાન્ય રીતે 1 યુનિ પોલ ની ઈજારેદાર ને મહિને 55 કે 60 હજાર મળતા હોય છે. પરંતુ 19 મહિના થી કરોડો રૂપિયા ના આ નાણાં ની વસુલાત કેમ નથી કરાઈ તે પણ અનેક શંકા કુશઁકા ઉપજાવે છે.

ઈજારો આપ્યા બાદ જેતે ઈજારેદાર પાસે પાસે થી એડવાન્સ ચેક લેવામાં આવે છે. કોન્ટ્રાકટર દ્વારા પાલિકા ચેક નાખે તે પહેલા સ્ટોપ પેમેન્ટ કરાવી દે છે અને જો પાલિકા ચેક બેંક મા નાંખે છે પરંતુ બેલેન્સ ન હોવાથી ચેક રીર્ટન થાય છે પછી પાલિકા કેસ કરે તો વર્ષો સુધી પાલિકા ના રૂપિયા ફસાઈ જાય છે આમ પાલિકા ને ચૂનો લગાવવા મા પાલિકાના જ સરકારી બાબુઓ કોન્ટ્રાકટરો ને આવો રસ્તો બતાવી ને પોતાના ગજવા ગરમ કરી લેતા હોય છે.

મ્યુનિસિપલ કમિશનરે આવા ગોરખઘંઘા રોકવા તમામ વિભાગો ને એક કોમન સર્ક્યુલર જાહેર કરી ને એડવાન્સ ચેક પ્રથા બંઘ કરાવવી જોએ અને એડવાન્સ ના રોકડા ભરવા ની પ્રથા શરૂ કરાવી જોઈએ. પાલિકા ના કેટલાક નીતિ નિયમો એવા છે કે કોન્ટ્રાકટરો તેમાંથી છટકવા અને પાલિકા ને ચૂનો લગાવવા ના ઉપાયો અધિકારીઓ ની મીલીભગત થી શોધી કાઢતા હોય છે. પાલિકાના અધિકારી રાજેશ ચૌહાણને ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે ફોન રિસીવ કર્યો ન હતો.

Most Popular

To Top