Vadodara

મહાશિવરાત્રિએ સુરસાગરના સર્વેશ્વર મહાદેવનું મુખારવિંદ સુવર્ણ મઢીત થશે

વડોદરા : વડોદરા શહેરની ઓળખ સમાન સુરસાગર તળાવ મધ્ય બિરાજતા સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું મુખારવિંદ મહાશિવરાત્રીના મહાપર્વે સ્વર્ણ મઢીત થઈ જશે અને આગામી વર્ષની શિવરાત્રીએ 111 ફૂટ વિરાટ શિવજીની પ્રતિમા આખે આખી સોનાથી મઢી દેવાશે તેઓ વિશ્વાસ અને સંકલ્પ સત્યમ શિવમ સુન્દરમ સમિતિના વડા અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે વ્યક્ત કર્યો હતો સાથે જ મહાશિવરાત્રીના દિવસે શિવ પરિવારની શિવજી કી સવારી કોરોના ગાઇડલાઇન મુજબ વડોદરાના માર્ગો પર નીકળવાની છે જેમાં જોડાવાવા માટે પણ ધારાસભ્ય સહિત આગેવાનોએ નગરજનોને આહ્વાન કર્યું હતું.

આગામી 1 માર્ચ ના રોજ મહાશિવરાત્રીના મહાપર્વે ફરી એકવાર ભગવાન શિવ પરિવાર સાથે નગરચર્યાએ નીકળશે શિવ પરિવારની યાત્રાની તૈયારીઓનો આરંભ કરી દેવામાં આવ્યો છે સત્યમ શિવમ સુન્દરમ સમિતિના નેજા હેઠળ ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા આયોજિત શિવજી ની સવારી માટે આજે ખાસ બેઠક યોજાઇ હતી જેમાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી,મનીષાબેન વકીલ, મેયર કેયુર રોકડીયા,સાંસદ રંજનબેન ભટ્ટ પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ વિપક્ષ નેતા અમી રાવત સહિત અનેક રાજકીય આગેવાનો અને ટ્રસ્ટના અગ્રણીઓ હાજર રહ્યા હતા  મહાશિવરાત્રી પર્વે સુરસાગર મધ્યમાં બિરાજતા સર્વેશ્વર મહાદેવને સ્વર્ણ જડિત કરવાની કામગીરી અંગે વિચારો વ્યક્ત કરતા સત્યમ શિવમ સુન્દરમ સમિતિના પ્રયાસોને આવકાર્યા હતા.

મહાશિવરાત્રીના દિવસે સુસાગર તળાવમાં સ્થાપિત શિવજીની 111 ફૂટ ઉંચી પ્રતિમાનું મુખ સોનાથી મઢી લોકોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે તેવી જાહેરાત પણ ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા કરાઈ હતી તેમજ આગામી 2023ના વર્ષે શિવરાત્રીએ શિવજીની પ્રતિમાને પૂર્ણ રીતે સોનાથી મઢી  દેવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું ઉપરાંત દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવજી ની સવારીના ભવ્ય આયોજન અંગે પણ માહિતી આપી હતી કે  કોરોનાને  કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોઈ સંસ્થા કે શાળાના બાળકો શિવજીની સવારીમાં જોડાશે નહીં યોગેશ પટેલ સહિત મહાનુભવોએ વડોદરા વાસીઓને શિવજીની સવારી માં જોડાવવા આહવાન કર્યું હતું.

Most Popular

To Top