વડોદરા: વડોદરા શહેરમાં વસવાટ કરતા વાલ્મિકી સમાજ દ્વારા વાલ્મિકી જન્મ જ્યંતીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.રાજ્યકક્ષાના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ફ્લેગ ઓફ કરીને ગાંધીનગર ગૃહ ખાતેથી વાહન રેલીને પ્રસ્થાન કરાવી હતી.જ્યારે બીજી તરફ નિઝામપુરા ખાતે આવેલ મહર્ષિ વાલ્મિકીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
વડોદરા શહેરના નિઝામપુરા પેન્શનપુરા ગામમાં આવેલ મહર્ષિ વાલ્મિકીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ભાજપના શહેર પ્રમુખ ડો.વિજય શાહ, પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ સહિત વોર્ડના કાર્યકરોએ મહર્ષિ વાલ્મિકીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વાલ્મિકી સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
મહર્ષિ વાલ્મિકીજીની જન્મ જ્યંતી નિમિત્તે શહેર ભાજપ દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળની જાણકારી આપવા માટે મહર્ષિ વાલ્મિકીજની જન્મ જયંતી નિમિત્તે બાઈક પર એલઈડી સ્ક્રીન લગાવી દરેક વિસ્તારમાં ફેરવવામાં આવશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તમામ યોજનાઓની જાણકારી એલઈડી સ્ક્રીનના માધ્યમથી વિસ્તારના લોકોને માહિતગાર કરવામાં આવશે.ત્યારે રવિવારે શહેર પ્રમુખ ડો.વિજય શાહની ખાસ ઉપસ્થિતિમાં પાંચમી એલઈડી બાઈકને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
રાજેન્દ્ર ત્રિવેદીએ રેલીને ફ્લેગ ઓફ કરાવ્યું
મહર્ષિ વાલ્મિકી જન્મ જયંતી નિમિત્તે અતિથિ વિશેષ તરીકે રાજ્ય મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સમાજના અગ્રણી અશ્વિન સોલંકી તેમજ મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકો રેલીમાં વાહનો સાથે જોડાયા હતા. ફ્લેગ ઓફ કરાવી રેલીને પ્રસ્થાન કરાવી હતી.