મહારાષ્ટ્ર: સુપ્રીમ કોર્ટના ફલોર ટેસ્ટના આદેશ પછી ઉદ્ઘવ ઠાકરેએ ફેસબુક લાઈવ દ્વારા મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમણે એમએલસીનું પદ પણ છોડી દીધું અને કહ્યું કે તે હવે શિવસેના ભવનમાં બેસશે. ઠાકરેએ કહ્યું- મને સીએમ પદ છોડવાનો અફસોસ નથી. ઉદ્ધવ ઠાકરેએ રાત્રે 9.30 વાગ્યે ફેસબુક લાઈવ પર સંબોધન કર્યું અને ફ્લોર ટેસ્ટના આદેશ વિશે વાત કરી.
જણાવી દઈએ કે, એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના મોટાભાગના ધારાસભ્યો બળવાખોર થઈ ગયા ત્યારથી ઉદ્ધવ સરકારના ભવિષ્ય પર સવાલ ઉઠ્યા હતા. આ સાથે રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપમાં હલચલ શરૂ થઈ ગઈ છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની સૌથી મોટી માંગ એ હતી કે ઉદ્ધવ મહા વિકાસ અઘાડી ગઠબંધન તોડીને ભાજપ સાથે સમાધાન કરે અને તેમની સાથે નવી સરકાર બનાવે.
રાજીનામું આપતા પહેલા ઠાકરેએ કહ્યું, ‘રાજ્યપાલને તુરંત બહુમત સાબિત કરવા માટે કહેવા બદલ તેમનો આભાર. રાજ્યપાલે ધારાસભ્યોની એમએલસી યાદી યાદ કરી હોત તો સારું થતે. બળવાખોર ધારાસભ્યોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે સુરત જવા કરતાં તેઓ સામેથી વાત કરે તો સારું થતે. ઠાકરેએ કહ્યું કે જેઓ દગો આપશે તેવું લાગતું હતું તેઓ સાથે જ રહ્યાં. તેમને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને NCPના ચીફ શરદ પવારનો આભાર વ્યક્ત કર્યો.
ગુરુવારે સવારે 11 વાગ્યે રાજ્યની વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થશે
મહારાષ્ટ્રની (Maharastra) રાજકીય ઉથલપાથલ વચ્ચે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે કે ગુરુવારે સવારે 11 વાગ્યે રાજ્યની વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થશે. કોર્ટનો આ નિર્ણય ઉદ્ધવ સરકાર માટે મોટો ઝટકો છે. જણાવી દઈએ કે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ મહારાષ્ટ્ર વિધાનસભાના મુખ્ય સચિવને ગુરુવારે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની MVA સરકારનો ફ્લોર ટેસ્ટ કરાવવા માટે કહ્યું છે. શિવસેનાએ આ નિર્દેશને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કોશ્યારીએ મંગળવારે મોડી રાત્રે મહારાષ્ટ્ર વિધાન ભવનના મુખ્ય સચિવ રાજેન્દ્ર ભાગવતને આ પત્ર જારી કર્યો હતો.
એક તરફ ભાજપે (BJP) સરકાર બનાવવાની કવાયત ઝડપી કરી દીધી છે તો બીજી તરફ શિંદે જૂથના ધારાસભ્યો પણ ગુવાહાટીની હોટલમાંથી (Hotel) પરત આવવા નીકળી ગયા છે. શિંદેએ કહ્યું છે કે તેઓ આવતીકાલે ફ્લોર ટેસ્ટમાં ભાગ લેશે. આ પહેલા પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના રાજ્યપાલને પત્ર લખીને ફ્લોર ટેસ્ટની માંગ કરી હતી. તેઓ મંગળવારે સાંજે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પણ મળ્યા હતા. આ સાથે જ ઉદ્ધવ ગ્રૂપ ફ્લોર ટેસ્ટના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું હતું. જોકે બુધવારે મોડી સાંજે સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જજે કહ્યું કે તેઓ ચર્ચા બાદ આ મામલે નિર્ણય સંભળાવશે.
રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આવતીકાલે એટલે કે 30 જૂને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું
શિવસેનાએ ફ્લોર ટેસ્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણી આજે હતી. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આવતીકાલે એટલે કે 30 જૂને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સત્રનો એકમાત્ર એજન્ડા ઉદ્ધવ સરકાર સામે ફ્લોર ટેસ્ટ છે, જેને ગુરુવારે સાંજે 5 વાગ્યા સુધીમાં પતાવટ કરવાનું કહેવામાં આવ્યું છે.
આજરોજ કોર્ટમાં સુનાવણી દરમ્યાન એડવોકેટ સિંઘવીએ કહ્યું- આ ધારાસભ્યો સુરત અને પછી ગુવાહાટી જાય છે. જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં નિર્ણયની રાહ જોઈ રહ્યો છે, ત્યારે કોવિડમાંથી સાજા થયેલા રાજ્યપાલ બીજા દિવસે વિપક્ષના નેતા સાથેની બેઠક પછી ફ્લોર ટેસ્ટની માંગ કેવી રીતે કરી શકે? “જે લોકો પક્ષ બદલીને પક્ષપલટો કરે છે તેઓ લોકોની ઇચ્છાનું પ્રતિનિધિત્વ કરી શકતા નથી”. શું રાજ્યપાલ આવતીકાલે ફ્લોર ટેસ્ટ ન બોલાવવા માટે કોર્ટ પર વિશ્વાસ ન કરી શકે? આવતીકાલે ફ્લોર ટેસ્ટ નહીં થાય તો શું આકાશ તૂટી પડશે?
ઉદ્ધવ જૂથના વકીલે કહ્યું- સ્પીકરના નિર્ણય પહેલા ફ્લોર ટેસ્ટ ન કરાવવો જોઈએ, સુપ્રીમ કોર્ટમાં ઉદ્ધવ જૂથનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું છે કે સ્પીકરના નિર્ણય પહેલા મહારાષ્ટ્ર વિધાનસભામાં મતદાન ન થવું જોઈએ. તેણે કહ્યું કે અમને આજે જ ફ્લોર ટેસ્ટ વિશે જાણવા મળ્યું. પરંતુ જે સુપરસોનિક ઝડપે ફ્લોર ટેસ્ટ નક્કી કરવામાં આવ્યો છે તેના કારણે બહુમતીની ખાતરી કરવી મુશ્કેલ બની શકે છે. ઉદ્ધવ જૂથના વકીલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે આટલી ઉતાવળમાં ફ્લોર ટેસ્ટ બોલાવવો એ ચોંકાવનારો નિર્ણય છે. તેમણે કહ્યું કે હાલમાં પાર્ટીના બે સભ્યોને કોરોના છે, જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય વિદેશમાં છે. આવી સ્થિતિમાં કોઈપણ પક્ષની સાચી બહુમતીનો અંદાજો લગાવી શકાય નહીં.
એકનાથ શિંદેએ કહ્યું- અમે બળવાખોર નથી, અસલી શિવસેના છીએ. શિંદેએ કહ્યું કે અમે બાળાસાહેબ ઠાકરે પર વિશ્વાસ કરવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમે આવતીકાલે મુંબઈ પહોંચીને વિશ્વાસ મતમાં ભાગ લઈશું. તે પછી અમે એક ટીમ મીટિંગ કરીશું અને આગળના પગલાઓની ચર્ચા કરીશું. આજરોજની સુનાવણી દરમ્યાન શિંદે જૂથાના વકીલે જણાવ્યું હતું કે
એકનાથ શિંદેએ કહ્યું- અમે બળવાખોર નથી, અસલી શિવસેના છીએ. શિંદેએ કહ્યું કે અમે બાળાસાહેબ ઠાકરે પર વિશ્વાસ કરવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમે આવતીકાલે મુંબઈ પહોંચીને વિશ્વાસ મતમાં ભાગ લઈશું. તે પછી અમે એક ટીમ મીટિંગ કરીશું અને આગળના પગલાઓની ચર્ચા કરીશું. આજરોજની સુનાવણી દરમ્યાન શિંદે જૂથાના વકીલે જણાવ્યું હતું કે
એકનાથ શિંદેએ કહ્યું- અમે બળવાખોર નથી, અસલી શિવસેના છીએ. શિંદેએ કહ્યું કે અમે બાળાસાહેબ ઠાકરે પર વિશ્વાસ કરવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમે આવતીકાલે મુંબઈ પહોંચીને વિશ્વાસ મતમાં ભાગ લઈશું. તે પછી અમે એક ટીમ મીટિંગ કરીશું અને આગળના પગલાઓની ચર્ચા કરીશું. આજરોજની સુનાવણી દરમ્યાન શિંદે જૂથાના વકીલે જણાવ્યું હતું કે ફ્લોર ટેસ્ટમાં જેટલું મોડું થશે, બંધારણનું એટલું જ વઘારે નુકસાન થશે. જો તમે હોર્સ ટ્રેડિંગ રોકવા ઈચ્છો છો, તો તેની સૌથી સારી રીત ફ્લોર ટેસ્ટ જ છે. લોકતંત્રમાં ફ્લોર ટેસ્ટ સૌથી હેલ્ધી વસ્તુ છે.