National

નામ અને નિશાન પછી શું આ તમામ વસ્તુઓ ઉપર શિંદે જૂથની ચાંપતી નજર છે!

નવી દિલ્હી: એક તરફ કે જયાં શિંદે જૂથે ઠાકરે જૂથ પાસેથી પાર્ટીનું (Party) નિશાન અને નામ મેળવી સુપ્રિમ જીત મેળવી છે એવા સમયે હવે જાણકારી મળી આવી છે કે શિંદે જૂથની હવે ઠાકરે જૂથની બાકી રહેલી તમામ સંપત્તિ (Assect) ઉપર નજર છે.

મહારાષ્ટ્રની રાજનિતિમાં હાલ ભૂકંપ આવ્યો છે. અસલી શિવસેના અંગે શિંદે જૂથ તેમજ ઠાકરે જૂથ વચ્ચે જબરદસ્ત જંગ છેડાઈ છે. શિંદે જૂથે શિવસેના પાર્ટીનું નામ અને નિશાન તેમજ લોકસભામાં પણ શિવસેનાની ઓફિસ ઉપર પોતાનો કબજો જમાવી લીધો છે. ત્યારે જાણકારી મળી આવી છે કે હવે શિંદે જૂથની નજર વિધાનસભાની ઓફિસ તેમજ અન્ય સંપત્તિ ઉપર છે. શિંદે જૂથ શિવસેનાની અન્ય મિલકત ઉપર પોતાનો હક જતાવી રહી છે ત્યાં હવે ઠાકરે જૂથ પાસે સુપ્રિમ કોર્ટ ઉપર ભરોસો કરવા સિવાય અન્ય કોઈ રસ્તો બાકી રહ્યો નથી.

નામ અને પાર્ટીના નિશાન પછી શિંદે ગ્રુપની આ વસ્તુઓ ઉપર નજર!
ઉદ્ધવ ઠાકરે પાસેથી શિવસેનાનું નામ તેમજ નિશાન અને લોકસભા-વિધાનસભાની ઓફિસ લીધા પછી હવે શિંદે જૂથની નજર માતોશ્રી, શિવસેના ભવન, સામના અખબાર તેમજ અન્ય સંપત્તિ ઉપર છે. શિંદે ગ્રુપ આ તમામ સંપત્તિ ઉપર પોતાની નજર રાખી રહી છે તેમજ આગામી સમયમાં આ તમામ સંપત્તિ ઉપર શિંદે જૂથ કબ્જો જમાવે તેવી જાણકારી મળી આવી છે. બીજી તરફ સુપ્રિમ કોર્ટે ઠાકરે જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને બીજા દિવસે પણ સાંભળવાની પણ મનાઈ કરી છે.

જાણો શિંદે તેમજ ઠાકરે ગ્રુપ સાથે હાલમાં શું છે
આ ઉપરાંત શિંદે જૂથની મુંબઈની શિવસેનાની 227 શાખાઓ ઉપર, MMR રિજનમાં આવેલી લગભગ 500 શાખોઓ ઉપર તેમજ મહારાષ્ટ્રમાં 82 જગ્યાઓ ઉપર કે જયાં પાર્ટીની ઓફિસ આવી છે તેની ઉપર છે. જયારે ઉદ્ધવ ઠાકરે પાસે બાળાસાહેબની સરનેમ, શિવસેના ભવન, માતોશ્રી આવાસ, સામના અખબાર તેમજ સંગઠનના જૂના કર્મચારીઓનો સાથ છે.

Most Popular

To Top