National

મુંબઈ-આગ્રા હાઈવે પર બેકાબૂ બનેલું કન્ટેનર 3 ગાડીઓને ટક્કર મારી હોટલમાં ઘૂસી ગયું, 10નાં મોત

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharastra) ધુલેમાં એક બેકાબૂ બનેલું કન્ટેનર (Container) રોડ પર ઉભેલી ત્રણ ગાડીઓને (Car) ટક્કર મારી હોટલમાં (Hotel) ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં (Accident) 10નાં મોત (Death) તેમજ 20થી વધુ લોકો ઘાયલ (Injured) થયાની જાણ મળી છે. પોલીસની (Police) ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે.

મહરાષ્ટ્રના ધુલેમાં મંગળવારે બપોરે લગભગ 12 વાગ્યાના અરસામાં મુંબઈ આગ્રા હાઈવે પાસે આવેલા પલાસનેર ગામ પાસે ભયાનક અકસ્માત થયો હતો. મધ્યપ્રદેશથી ધુલે તરફ જઈ રહેલું એક કન્ટેનર કે જેની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી તે બેકાબૂ બની ગયું હતું. જેના કારણે તેણે પ્રથમ રસ્તા પર ઉભેલી ત્રણ ગાડીઓને ટક્કર મારી હતી અને પછી તે એક હોટલમાં ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં 10 લોકોના કરુણ મોત થયા હતા જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસ આ મામલે તપાસમાં જોડાય છે.

મહારાષ્ટ્રમાં એકસ્પ્રેસ-વે પર દોડતી બસમાં આગ લાગી, 26 મુસાફરો જીવતા ભડ્થું થયા
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharastra) બુલઢાણા જિલ્લામાં શુક્રવારની મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યાની આસપાસ નાગપુર અને પુણે વચ્ચેના સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident) થયો હતો. યવતમાલથી પુણે જઈ રહેલી બસ (Bus) પોલ સાથે અથડાઈ, ડિવાઈડર પર ચઢી પલટી ખાઈ ગઈ હતી જેના કારણે બસમાં આગ (Fire) લાગી ગઈ હતી. બસમાં આગ લાગવાથી 26 મુસાફરો જીવતા ભડ્થું થયા હતા.

મહારાષ્ટ્રના સીએમ અને વડાપ્રધાને આર્થિક સહાયની જાહેરાત કરી
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બુલઢાણા બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ મૃતકો અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ.5-5 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. આ સાથે મુખ્યમંત્રીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.

Most Popular

To Top