મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રમાં (Maharashtra) બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે કેબિનેટ વિસ્તરણને લઈને હોબાળો મચી ગયો છે. આ વચ્ચે શિંદેના (Shinde) જૂથના ધારાસભ્યોને (MLA) સૌથી વધુ ચિંતા થઈ રહી છે. મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તરણ આગામી થોડા દિવસોમાં થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં NCPમાંથી આવેલ નેતાઓને મંત્રી બનાવ્યા બાદ હવે તેમને વિભાગો આપવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર શિંદેની પાર્ટીના ધારાસભ્યોએ શનિવારે મોડી રાત્રે એક મહત્વની બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં પાર્ટીને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું કે જો તેમના ધારાસભ્યોને મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રીનું સ્થાન નહીં મળતુ. તો છેલ્લા તેમના પક્ષ દ્વારા નવા ધારાસભ્યોને હટાવીને નવા મંત્રી બનાવવામાં આવશે. શિંદે પાર્ટીના આ અલ્ટીમેટમના કારણે હવે પાર્ટીના ટોચના નેતૃત્વમાં મંથનનો તબક્કો ચાલી રહ્યો છે.
જો વાત કરીએ તો ગયા અઠવાડિયે મહારાષ્ટ્રમાં સરકારમાં જોડાયેલા NCPના અજિત પવાર અને અન્ય નવ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ પણ લીધા હતા. તે લોકોને કેબિનેટમાં સામેલ કરવાને કારણે હવે જે કેબિનેટનું વિસ્તરણ થવાનું હતું તે અટકી ગયું છે. આ સાથે આ પૂરા થયેલા ક્વોટાને લઈને શિંદે સરકારના ધારાસભ્યોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જેના કારણે શનિવારે રાત્રે અને રવિવારે સવારે પાર્ટીના અગ્રણી નેતાઓની બેઠક થઈ હતી. આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે કેબિનેટનું વિસ્તરણ ન થાય ત્યાં સુધી એનસીપીના ધારાસભ્યોને ખાતાની ફાળવણી ન કરવી જોઈએ. આ પાછળ તેમનું કારણએ છે કે જો NCPમાંથી આવેલા ધારાસભ્યોને કેબિનેટમાં વિભાગોની વહેંચણી કરવામાં આવે તો મહત્વપૂર્ણ વિભાગો NCPના ખાતામાં જઈ શકે છે.
એકનાથ શિંદેએ કહ્યું હતું કે શિવસેનાના ધારાસભ્યોમાં નારાજગી સતત વધી રહી છે. મળતી મહિતીના આધારે છેલ્લા કેટલાક દિવસોથી સતત થઈ રહેલી બેઠકોમાં સૌથી વધુ એ વાતનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે કે NCPમાંથી આવેલા ધારાસભ્યો જૂની સરકારમાં પણ મંત્રી હતા. જેથી તેમને પાર્ટીમાં સ્થાન મેળવવાથી રોકી દેવામાં આવશે.
શિંદેની પાર્ટીના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે તેમને શિંદે ફડણવીસ સરકારમાં મંત્રી બનાવવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ હવે NCPના આઠ ધારાસભ્યોને મંત્રી બનાવીને કેબિનેટ મંત્રીનો ક્વોટા પૂરો કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં તેમના પક્ષના ધારાસભ્યોને મંત્રીમંડળના વિસ્તરણ દરમિયાન રાજ્યમંત્રી બનવા સિવાય કોઈ રસ્તો દેખાતો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં એ પણ ચર્ચા કરવામાં આવી હતી કે જો શિંદે સરકારમાંથી કેબિનેટ પ્રધાન બનાવવાનો ક્વોટા પૂરો થઈ ગયો છે. તો એક વર્ષ માટે તેમની સાથે આવેલા કેબિનેટ પ્રધાનોની જગ્યાએ નવા ધારાસભ્યો લાવવા જોઈએ અને કેબિનેટ મંત્રી બનાવવા જોઈએ. જોકે આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ એકનાથ શિંદે માટે આ ખૂબ જ મુશ્કેલ અને પડકારજનક નિર્ણય હોઈ શકે છે.