National

મહારાષ્ટ્રમાં એક્સપ્રેસ-વે પર મિની બસ ટ્રક સાથે ભટકાતા 12નાં મોત, 23 ઘાયલ

છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના (Maharashtra) સંભાજીનગર જિલ્લામાં સમૃદ્ધી એક્સપ્રેસ વે (Express Way) પર પૂરપાટ ઝડપથી જઈ રહેલી એક મિની બસ (Bus) એક કન્ટેઈનર ટ્રક સાથે અથડાઈ હતી જેમાં ઓછાંમાં ઓછા 12 વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં જ્યારે અન્ય 23 ઈજાગ્રસ્ત થયા હતા, આ અકસ્માત રવિવારે વહેલી સવારે સર્જાયો હતો.

  • મહારાષ્ટ્રમાં એક્સપ્રેસવે પર મિની બસ ટ્રક સાથે ભટકાતા 12નાં મોત, 23 ઘાયલ
  • ડ્રાઈવરે નાશીકના 35 મુસાફરો સાથેની બસ પરથી નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જાયો
  • મૃતકોના પરિવારને વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી રૂ. 2 લાખ વળતર ચુકવવામાં આવશે

ખાનગી બસમાં 35 જેટલાં મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. તેઓ બુવઢાણા જિલ્લામાં સૈલાની બાબની દરગાહે ગયા હતા અને ત્યાંથી નાશિક પરત આવી રહ્યા હતા, એમ અધિકારીએ કહ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાનની કચેરીએ પોસ્ટ કરી જણાવ્યું હતું કે મૃતકોના પરિવારને વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી રૂ. 2 લાખ વળતર ચુકવવામાં આવશે જ્યારે ઈજાગ્રસ્તોને રૂ. 50,000- ચુકવવામાં આવશે.

એક્સપ્રેસવેના વાઈજાપુર વિસ્તારમાં શનિવારની મધરાત બાદ આ અકસ્માત થયો હતો. ડ્રાઈવરે બસ પરથી નિયંત્રણ ગુમાવ્યો હતો જેના કારણે બસ કન્ટેઈનર ટ્રકના પાછળના ભાગમાં અથડાઈ હતી, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.
પ્રથમ દ્રષ્ટયા મિની બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસેલા હતા, તેની 17 મુસાફરોની ક્ષમતા હતી પણ તેમાં આશરે 35 મુસાફરો બેઠા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. મૃતકોમાં 5 પુરુષ, 6 મહિલાઓ અને એક કિશોરી સામેલ છે. 23 ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, ઈજાગ્રસ્તોમાં બસનો ડ્રાઈવર પણ સામેલ છે.

Most Popular

To Top