વલસાડ : પાર-તાપી રિવેરલિંક પ્રોજેક્ટના (Par-Tapi River Link Project) વિરોધમાં (Protest) 21 માર્ચના રોજ મહારેલીનું (Rally) આયોજન અક્ષા હોટલની સામેના મેદાનમાં કપરાડા (Kaprada) ખાતે કરવાનો નિર્ણય કપરાડામાં યોજાયેલી આદિવાસી (Adivasi) આગેવાનોની બેઠકમાં લેવાયો હતો. કપરાડા સર્કિટ હાઉસ ખાતે આદિવાસી સમાજના આદિવાસી આગેવાનો સાથેની એક બેઠક વાંસદા (Vansda) અને ચીખલીના (Chikhli) ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતિમાં મળી હતી. અનંત પટેલે આગેવાનોને આપણા હક અને અધિકારની લડાઈમાં તમામે મતભેદ ભૂલી એક જૂથ થઈને આદિવાસી સમાજને સહકાર આપવા અનુરોધ કર્યો હતો અને તેમાં ગુજરાતના આદિવાસી સમાજના લોકો જોડાશે તેવું જણાવ્યું હતું.
ગ્રામસભાના અધ્યક્ષ રમેશ પટેલે બંધારણમાં આપેલ અધિકારોની વાત કરી અને દરેક ગ્રામ પંચાયતોમાં પેસા કાનૂન લાગુ કરવા અંગેની માહિતી આપી હતી. આદિવાસી એકતા પરિષદના કમલેશ પટેલે ધરમપુરથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજ રેલીમાં જોડાશે તેમ જણાવ્યું હતું. આદિવાસી એકતા પરિષદના કમલેશ પટેલે જણાવ્યું કે પાર-તાપી રિવર લીક પ્રોજેક્ટના વિરોધમાં 21 માર્ચે કપરાડા ખાતે મહારેલીનું આયોજન કરાયું છે. જેમાં આયોજનના ભાગરૂપે શનિવારે કપરાડા ખાતે આદિવાસી આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી.
પાર-તાપી-નર્મદા રિવરલિંક યોજના સામે આદિવાસીઓનું આંદોલન
વ્યારા: આ અગાઉ પણ તાપી (Tapi ) જિલ્લા આદિવાસી એકતા (Adivasi Ekta) મંચના નેજા હેઠળ વ્યારામાં આદિવાસીઓએ ભગવાન બિરસામુંડાની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચાર સાથે નગરમાં વિશાળ રેલી (Rail) નીકળી હતી. જે જિલ્લા સેવા સદન સામે મહાસભામાં ફેરફાઇ હતી. જેમાં “પાર-તાપી-નર્મદા રિવર લિંક યોજના”ને (Par Tapi Narmada river link Yojana) લઈ ભારે વિરોધ (Protest) વ્યક્ત કરાયો હતો. રાજ્યમાં આદિવાસીઓના સંવૈધાનિક અધિકારો તેમજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકારોનું સરકાર દ્વારા હનન કરનારી તેમજ પ્રકૃતિ અને આદિવાસીઓના અસ્તિત્વ સામે જોખમી ગણાવી દક્ષિણ ગુજરાતની નદીઓને જોડવાની આ યોજનાને રદ કરી તેને સંલગ્ન તમામ પ્રવૃત્તિઓ બંધ કરવાના હુંકાર સાથે રાજ્યપાલને સંબોધી કલેક્ટરને આવેદન આપ્યું હતું.
ઉમેર્યુ હતું કે, આ સમસ્યા માત્ર સંભવિત વિસ્થાપિત થઈ રહેલાં ગામડાં પૂરતી મર્યાદિત નથી. પરંતુ ”પાર-તાપી-નર્મદા રિવર લિંક યોજના” એ સંવિધાનની પાંચમી અનુસૂચિ, લોકોના મૂળભૂત તથા મૌલિક અધિકારી, લોકશાહી રાજ્ય વ્યવસ્થા તેમજ ભવિષ્યની પેઢી માટેનાં પ્રાકૃતિક સંસાધનોના અધિકારોનું હનન અને પર્યાવરણીય સંકટ છે. જેથી “ પાર-તાપી-નર્મદા રિવર લિંક યોજના” રદ કરવામાં આવે તેમજ તેના અમલીકરણ માટેની તમામ આનુસંગિક પ્રવૃત્તિઓ તુરંત બંધ કરાવવા હુકમ કરવાની માંગ કરી છે.