જેનાચાર્ય શ્રીમદ વિજયરત્ન સુંદરસુરીશ્વરજી મહારાજએ એક ખુબ જ મહત્વનો મુદ્દો ઉપાડ્યો છે એમને પત્રકાર પરિષદમા જણાવ્યું હતું કે ભારત દેશ આઝાદ થયો ત્યારથી લઈ અત્યાર સુધી સમાજ અને લોકોને અસર કરતી બાબતો પર જેટલી પણ પિટિશનો થઈ છે તેમાની ચાર પિટિશનો તેમના દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે છેલ્લા થોડા સમયથી ફિલ્મી દુનિયામાં વેબસિરીઝએ લોકોને આકર્ષિત કર્યા છે ઓટીટી પ્લેટફોર્મ અને વેબસિરીઝમા જે રીતે દ્રશ્યો દર્શાવવામાં આવે છે અને જે શબ્દોનો ડાયલોગ તરીકે ઉપયોગ કરવામા આવે છે.
તેં ભારત દેશના યુવાધન અને કુમળી વયના બાળકો માટે મોટુ જોખમ અને તેમના ભાવિ સામે ખતરો છે કારણ કે તેમાં જે રીતે શબ્દો અને બોલ્ડ સીનો બતાવવામાં આવે છે તેં બાળકોના માનસપટ પર બહુ ઊંડી અને ગંભીર અસરો છોડી જાય છે ઓટીટી પ્લેટફોર્મ પર આવતી વેબસીરીઝો સામે પિટિશન કરવાની વાત કહી છે વધુમાં તેમણે જણાવ્યું છે કે વેબસિરીઝ પરિવાર સાથે બેસીને જોઈ ના શકાય એવી એમાં ગંદકી હોય છે રૂટિન ફિલ્મો સેન્સર બોર્ડ પાસે પાસ કરાવવી પડતી હોય તો ઓ.ટી ટી.પર કેમ નહી દૂધ આપણને શું આપે છે?
આપને દૂધને જે આપીશું તે મુજબ આપશે જેમ દૂધને આપને ગળપણ આપીશું તો આપણને મીઠુ દૂધ મળશે દૂધને જો મેળવણ આપીશું તો દહીં મળશે જો ખટાશ આપીશું તો ફાટેલું દૂધ મળશે તેવી રીતે યુવાપેઢીને આપણે જે આપીશું તે મેળવી શકીશું.વર્તમાન પેઢી પાસે સારી અપેક્ષા રાખવી હોય તો તેને સારુ પીરસવું પડશે યુવાનોને જે પીરસાય છે તેવું તેનામાં ઊગે છે પવિત્ર આત્માઓ પણ આવી વેબસિરીઝ જોઈને દુષિત થઈ શકે છે રૂપિયા કમાવવા માટે જે લોકો આવી ફિલ્મો બનાવે છે.
તેં લોકો પણ પોતાના સઁતાનોને આવી ફિલ્મો બતાવવામાં માંગતા નથી ફિલ્મસ્ટાર અભિષેકએ કોઈ એક જગ્યા પર કહ્યું છે હું મારી દીકરી આરાધ્યા સાથે બેસીને વેબસિરીઝ જોઈ શકતો નથી એક અભિનેતા જો આવી વાત કહેતા હોય તો બીજા સામાન્ય લોકોનું શું થશે?તમે તમારા સંતાનોને જે બતાવવા માંગતા નથી એ દ્રશ્યો કરોડો ઘરમાં જોવાઈ આવી વેબસીરીઝોનો પ્રતિકાર કરવાની માંગ કોઈ કેમ કરતું નથી ?
બધા જ સમાજને આ નડી રહ્યું છે પિટિશન કરવા માટે લોકોનો સહકાર પણ સારો મળ્યો છે એટલા માટે સંત તરીકે હમારી ફરજ બને છે અમારી તમામ જવાબદારી સમાજ લેતો હોય તો સમાજની મુશ્કેલી દુર કેમ ના કરીએ આપણા. દેશમાં પારિવારિક વ્યવસ્થા છે તો પરિવાર સાથે ફિલ્મ કે સિરીઝ જોઈ શકાય તેવું ક્લ્ચર ખતમ થઈ રહ્યું છે આપણે ત્યાં ઉંબરો હતો મર્યાદા હતી દરેક દેશ પાસે સંસ્કૃતિ છે દરેક પરિવાર પાસે સંસ્કાર છે પોતાના સંતાનો મર્યાદા પાર કરે તેં કોઈ પણ સમાજને માન્ય હોતું નથી. મહારાજ સાહેબ શ્રીની વાતને ચારેબાજુથી. ટેકો મળવો જોઈએ વિવિધ સ્તર પરથી અલગ અલગ મોરચાઓએ આની આગેવાની લેવી જોઈએ વિવિધ જગ્યા પરથી વિવિધ સમાજોમાથી વિરોધનો શોર ઉઠવો જોઈએ
સુરત-અબ્બાસભાઈ કૌકાવાલા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.