Charchapatra

હિન્દુ વિચાર

અમેરિકાના જ્યોર્જીયા પ્રાંત ઓક્ટોબર માસને સત્તાવાર રીતે ‘હિન્દુ હેરીટેજ’ મહિનો જાહેર કરેલ છે. પ્રાંતમાં હિન્દુ અમેરિકાના નોંધપાત્ર ફાળાને યાદ રાખવા માટે આ નિર્ણય લેવામાં આવેલ છે. ઓક્ટોબર માસ એટલા માટે મહત્વપૂર્ણ છે જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો અને નવરાત્રી-દિવાળી જેવા તહેવારો પણ ઓક્ટોબર માસમાં આવે છે.  આપણા દેશના બ્રિટનના હાઈકમીશનરે  તાજેતરમાં જણાવેલ છે કે ભારતના સ્વતંત્રતા દિવસ નિમીત્તે બ્રિટનના વડાપ્રધાન ‘જય શ્રી રામ’ બોલે એ અત્યંત મહત્વની વાત છે.

હિન્દુ ગૌરવની ઉપરોક્ત અમેરિકાની તેમજ બ્રિટનની ઘટના છે. જેની નોંધ દેશના સેક્યુલર રાજકારણીઓએ લેવાની જરૂર છે. આવી જ નોંધપાત્ર ઘટનાઓ આપણા દેશની બનેલ છે જેમાં, (1) કેરાલાના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને જણાવેલ હતુ કે ‘‘હિન્દુ ધાર્મિક નહી પણ ભૌગોલિક શબ્દ છે : કોઈપણ વ્યક્તિ કે જે ભારતમાં પેદા થયો છે, કોઈપણ કે જે ભારતમાં ઉત્પાદિત થતી ખાય છે, કોઈપણ જે ભારતની નદીઓનુ પાણી પીવે છે તે ખુદને હિન્દુ કહેવાનો હક્કદાર છે.’ (2) કાશ્મીરના ભૂ.પુ.મુખ્યમંત્રી ગુલાબનબી આઝાદે તાજેતરમાં જણાવેલ છે કે ‘‘હિન્દુ ધર્મ ઈસ્લામ કરતા જૂનો છે. 

પહેલા બધા મુસ્લિમો હિન્દુ હતા. કાશ્મીરના તમામ મુસ્લિમો કાશ્મીરી પંડિતોમાંથી ધર્માંતરિત થયેલ છે. કાશ્મીરમાં 600 વર્ષ પહેલા કોઈ મુસ્લિમ નહોતા.’’ (3) કાશ્મીરના ભૂ.પુ. મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લાએ તાજેતરમાં જણાવેલ છે કે ‘‘ભગવાન રામ માત્ર હિન્દુઓના જ ભગવાન નથી. રામ તો દરેકના ભગવાન છે જે લોકો રામમાં આસ્થા ધરાવે છે. તે દરેકના રામ છે પછી તે હિન્દુ હોય, મુસ્લિમ હોય કે ખ્રિસ્તી હોય અથવા અમેરિકન હોય કે રશિયન.

રામ દરેકના છે.’’  હિન્દુઓના પવિત્ર ગ્રંથ રામચરિત માનસને ગીનીસ બુક ઓફ વર્લ્ડના રેકોર્ડમાં વિશ્વના સૌથી લાંબા ગીત તરીકે નોંધવામાં આવેલ છે. ત્યારે, વિશ્વના ઉપરોક્ત અમેરિકા અને બ્રિટન હિન્દુ ગૌરવની નોંધ લે છે ત્યારે દેશમાં હવે મતોના નુકશાનકારક તુષ્ટિકરણો અને પરિવારવાદો બંધ કરીને પૂરા દેશે દેશની આઝાદી સમયે એક યા બીજા કારણે જે વિશ્વને ઉપકારક ભારતીય સંસ્કૃતિના વિચારો નહોતા અપનાવેલા તે એ દેશવાસીઓએ અને દેશના સેક્યુલર રાજકીય પક્ષોએ વિવાદોના વિષયો બનાવ્યા વગર વિના સંકોચે અપનાવવાની જરૂર છે. જર્મની પોતાની નોંધપાત્ર સંસ્કૃતિ સાથે જોડવા દરેક યુવાનોને 18 હજાર રૂપિયા આપીને પોતાની સંસ્કૃતિ મજબૂત કરી રહેલ છે તો આપણે સર્વે જ્ઞાતિવાદી-સંપ્રદાયવાદી રાજકારણો છોડીને ભારતીય સંસ્કૃતિને મજબૂત કેમ ન કરવા જોઈએ તે પ્રશ્ન આજે દેશમાં ઊભો થયેલ છે.
અમદાવાદ         – પ્રવીણ રાઠોડ     -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top