પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે (18 ફેબ્રુઆરી 2025) પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બોલતા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહા કુંભ મેળાના કથિત ગેરવહીવટ માટે કેન્દ્ર સરકાર અને ભાજપ યુપી સરકારની ટીકા કરી હતી.
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે આ મહાકુંભ ‘મૃત્યુંકુંભ’માં ફેરવાઈ ગયો છે. હું મહાકુંભ અને પવિત્ર માતા ગંગાનો આદર કરું છું. તેમણે કહ્યું કે મહાકુંભ માટે કોઈ આયોજન કરવામાં આવ્યું નથી. ભાગદોડમાં ઘણા લોકો માર્યા ગયા હતા પરંતુ તેમના વિશે કંઈ જાણી શકાયું નથી. ઘણા લોકો મળ્યા ન હતા.
મમતાએ કહ્યું કે મહાકુંભમાં ધનિકો અને VIP લોકો માટે 1 લાખ રૂપિયા સુધીના તંબુ ઉપલબ્ધ છે. ગરીબો માટે કોઈ જોગવાઈ નથી. મેળામાં નાસભાગ સામાન્ય છે પરંતુ તેની વ્યવસ્થા કરવી જરૂરી છે. યુપી સરકારે શું યોજના બનાવી છે મમતા બેનર્જીએ મહાકુંભ મેળામાં થયેલી અંધાધૂંધી વિશે કહ્યું કે “મહાકુંભ ‘મૃત્યુ કુંભ’માં ફેરવાઈ ગયો છે. યોગ્ય વ્યવસ્થાપન જરૂરી છે. તમે શું યોજના બનાવી હતી? મમતા બેનર્જીએ ભાજપ પર આરોપ લગાવ્યો અને કહ્યું કે પાર્ટી પોતાના રાજકીય લાભ માટે ધર્મનો ઉપયોગ કરી રહી છે. તેમણે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે ભાજપના ધારાસભ્યો નફરત ફેલાવે અને સમાજને વિભાજીત કરે.
સુવેન્દુ અધિકારીનો વળતો પ્રહાર
પશ્ચિમ બંગાળના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારી અને અન્ય ભાજપના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર મુખ્યમંત્રી મમતા બેનર્જીની મહાકુંભ 2025 માટેની ‘મૃત્યું કુંભ’ ટિપ્પણી પર સૂત્રોચ્ચાર કર્યા અને વિરોધ કર્યો. તેમણે વળતો પ્રહાર કરતા કહ્યું કે બંગાળના કેટલાક વિસ્તારોમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ વધી રહી છે અને તેના માટે મમતા બેનર્જી જવાબદાર છે.
