મધ્ય પ્રદેશ : મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) આવેલ કુનો નેશનલ પાર્કમાં (Kuno National Park) ચિત્તાઓના (Leopard) મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. કુનો નેશનલ પાર્કમાં પ્રોજેક્ટને ચિત્તા (Project Cheetah) શુક્રવારે મોટો ઝટકો લાગ્યો છે. કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તો મૃત હાલતમાં મળી આવ્યો છે. આ ચિત્તાનું નામ સુરજ છે. સવારે પેટ્રોલિંગ કરી રહેલા અધિકારિયોને તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવતા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ આઘાત લાગ્યો હતો.
સુરજને ચિત્તા પ્રોજેક્ટ અંતરગત અહીં લાવામાં આવ્યો હતો
ચિત્તા સુરજને દક્ષિણ આફ્રિકાથી પ્રોજેક્ટ ચિત્તા અંતરગત અહીં લાવામાં આવ્યો હતો. તેના મોતનું કારણ કોઈ પણને ખબર નથી. સૂરજના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ તેનું મોત કેવી રીતે થયું તે સ્પષ્ટ થશે. પ્રોજેક્ટ ચિત્તા અંતરગત કુનો નેશનલ પાર્કમાં હાલ 13 ચિત્તાઓને ખુલ્લા મુકવામાં આવ્યા છે. જેમાંથી ઘણા ચિત્તાઓના મોત થયા છે. આ સાથે એક માદા ચિત્તાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. જેમાંથી તમામ બચ્ચાઓ મૃત્યુ પામ્યા હતા. જોકે પાંચ મોટા ચિત્તાઓના પણ મોત થયા હતા.
ત્રણ દિવસ પહેલા તેજસ નામના ચિત્તાનું રહસ્યમય રીતે મોત થયું હતું
જો વાત કરીએ તો ત્રણ દિવસ પહેલા એક તેજસ નામના ચિત્તાનું રહસ્યમય રીતે મોત થયું હતું. તેજસના મોતનું કારણ કોઈ પણને ખબર પડી નથી. તેનું સાચુ કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે. તેજસ પણ દક્ષિણ આફ્રિકાથી આવ્યો હતો. તેની ઉંમર પાંચ વર્ષની હતી. તેનું વજન માત્ર 43 કિલો જ હતું. જોકે સામાન્ય રીતે ચિત્તાનું વજન 50-60 કિગ્રા હોય છે.
17 સપ્ટેમ્બરે મોદીએ પાર્કમાં નામીબિયામાંથી લાવવામાં આવેલ આઠ ચિત્તાઓને છોડ્યા હતા
17 સપ્ટેમ્બર 2022 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કુનો નેશનલ પાર્કમાં નામીબિયામાંથી લાવવામાં આવેલ આઠ ચિત્તાઓને છોડ્યા હતા. આ સાથે આઠ નામીબિયા અને 12 ચિત્તા દક્ષિણ આફ્રિકામાંથી લાવવામાં આવ્યા હતા. હવે કુનો નેશનલ પાર્કમાં કુલ 15 ચિત્તાઓ જીવતા છે. આવી સ્થિતિમાં ચિત્તા પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકોની ચિંતા વધી ગઈ છે.