ક્રિકેટની રમતમાં ખેલાડી છેલ્લી સુધી આઉટ ન થાય – તેને અણનમ ખેલાડી કહેવાય છે. તેવું જ હાલમાં રાજકીય ફલક પર બન્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત ચારવાર પદભાર સંભારનાર તથા ‘ખામ’ થિયરીના પ્રણેતા એવા માધવસિંહ સોલંકીનું ૯૪ વર્ષની વયે નિધન થયું, તે કોંગ્રેસ માટે આઘાતજનક છે, માધવસિંહે ૧૯૮૦ માં વિધાનસભાની ૧૮૨ પૈકી ૧૪૯ બેઠકો મેળવવાનો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો.
જેને આજ સુધી કોઇ તોડી શકયું નથી. માધવસિંહ, બેવાર રાજય સભાના સભ્ય, બે વાર જી.પી.સી.સી. ના પ્રમુખ રહ્યા હતા. તે ઉપરાંત કેન્દ્રમાં વિદેશ પ્રધાન અને આયોજન પંચના ઉપાધ્યક્ષ રહી ચુકયા હતા. તેઓ મૃદુભાષી – સાહિત્ય – વાંચનનો શોખ ધરાવતા હતા. તેઓના શાસનમાં શાળાઓ માટે મધ્યાહન ભોજન યોજના અમલમાં મુકી હતી, ખાસ વાત એ છે કે, માધવસિંહ એક પીઢ રાજકારણી હતા.
પરંતુ કદી કાવાદાવા ખેલતા નહતા, જયારે આજે ભાજપ કેન્દ્ર અને રાજયોમાં શાસન પર છે, પરંતુ જે જે રાજયમાં કોંગ્રેસની સરકાર બની છે. ત્યાંના ધારાસભ્યોને ખરીદીને, હોર્સ-ટ્રેડીંગ કરે છે. અને ભા.જ.પ.ની સરકાર બનાવવા પેંતરા રચે છે. અંતમાં માધવસિંહનો રેકર્ડ અણનમ
રહ્યો છે.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.