Gujarat Main

‘મા”– મા વાત્સલ્ય યોજનાના કાર્ડને આયુષ્યમાન ભારત કાર્ડ સાથે જોડાતા પાંચ લાખ સુધીની સારવાર ફ્રી

રાજયમાં હવે ”મા” – મા વાત્સલ્ય યોજનાનું PMJAY-મા યોજનામાં એકત્રીકરણ કરાયું છે. જેના પગલે હવે પરિવારના બદલે વ્યક્તિગત ઓળખ કાર્ડ આપવામાં આવનાર છે. આ યોજના હેઠળ રાજ્યની ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વિવિધ સારવાર ઉપલબ્ધ : ખાનગી હોસ્પિટલોની સારવારનું બીલ રાજ્ય સરકાર ચૂકવે છે. રાજય સરકાર દ્વ્રારા વિમા કંપની સાથે MOU ૧૪૧૫ કરોડનું પ્રીમીયમ નાગરિકો વતી રાજ્ય સરકાર ચૂકવે છે.પી.એમ.જે.વાય.-મા યોજના હેઠળ ૨૭૦૦ થી વધુ બિમારીઓ જેમકે કેન્સર, હૃદયરોગ, કિડની જેવા ગંભીર રોગો તથા ઓર્થોપેડિક સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ન્યુરોસર્જરી , ડાયાલિસિસ જેવી અનેક પ્રકારની સારવાર વિનામૂલ્યે પુરી પડાઈ રહી છે .

મા અને મા વાત્સલ્ય યોજના કાર્ડનાં દશાબ્દી વર્ષની ગાધીનગર ખાતે ઉજવણી સમારંભમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં નાણાકીય સારવારના અભાવે કોઇપણ નાગરિકનું મોત ન થાય એ જ અમારો નિર્ધાર છે એટલા માટે રાજ્ય સરકાર સુદ્રઢ આરોગ્ય સેવા માટે સધન વ્યવસ્થાઓ પણ ગોઠવી છે. પટેલે કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએદેશભરમાં PMJAY યોજના કાર્યાન્વિત કરી છે ભૂતકાળની સરકારમાં આવા પરિવારોને સારવાર માટે દેવુ કરીને સારવાર મેળવવી પડતી હતી અને પરિવાર દેવાના ડુંગરમાં આવી જતો હતો તે વેળાએ નરેન્દ્ર મોદીએ આ યોજના અમલી બનાવી હતી અને આજે આ યોજનાને નવ વર્ષ પૂર્ણ થયા છે.

શરૂઆતમાં બી.પી.એલ. પરિવારોને લાભ અપાતો હતો અને તેની સફળતાને ધ્યાને લઇને તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અને હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોજનાનો વ્યાપ વધારી ગરીબ-મધ્યમ વર્ગના પરિવારોને આવરી લીધા છે અને સારવારમાં પણ ૨૭૦૦ જેટલી બીમારીઓ ઉમેરીને સાચા અર્થમાં આવા પરિવારોના હમદર્દ બનવાનો પ્રયાસ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે PMJAY યોજના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિમા કંપનીઓ પાસે એમ.ઓ.યુ. કરીને રૂા. ૧૪૦૦ કરોડથી વધુ રકમનું પ્રીમીયમ નાગરિકો વતી રાજ્ય સરકાર ભરે છે. આ યોજનામાં બાળસખા અને ચિરંજીવી યોજનાને પણ સમાવી લઇને લાભો પૂરા પાડવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top