વડોદરા: બરોડા ક્રિકેટ એસોસિએશનમા એમ.એસ. યુનિવર્સિટીને પ્રતિનિધિત્વ આપવા માટે સિન્ડિકેટ સભ્યનું નામ મોકલવામાં આવ્યું હતું. તેનો સ્વીકાર નહીં કરતા આજે વિદ્યાર્થીઓએ એમ.એસ. યુનિવર્સિટી ખાતે આવેલા ગ્રાઉન્ડ પર ગ્ઘ્ખ્ પ્રમુખના પૂતળાનું દહન કરી વિરોધ કર્યો હતો.
બીસીએના વહીવટકર્તાઓ દ્વારા અંગત સ્વાર્થ માટે સર સયાજીરાવ ગાયકવાડની દેન એવી એમ.એસ. યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા માટે સિન્ડિકેટ સભ્યના સભ્ય પદનો અસ્વીકાર કરાતા ખ્ઞ્લ્શ્ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધકર્તાઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી અને બીસીએ બન્ને પર વડોદરાની જનતાનો અધિકાર છે.
બીસીએ કોઈ ખાનગી પેઢી નથી. ગાયકવાડ પરિવાર દ્વારા યુનિવર્સટીને સ્થાપના સમયે સભ્ય પદ આપવામાં આવ્યું હતું. જે વિદ્યાર્થીઓના હિત માટે અપાયું હતું. જો ગ્ઘ્ખ્માં યુનિવર્સિટીને સ્થાન આપવામા નહીં આવે તો યુનિવર્સિટીમાં આવેલ ડી.એન. હોલ ક્રિકેટ ગ્રાઉન્ડ પણ આપવામા
નહીં આવે. એમ.એસ. યુનિવર્સિટી જી.એસ, એજીએસયુ સંગઠન અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા બીસીએના વહીવટકર્તાઓ સામે ડીએન હોલ ગ્રાઉન્ડ ખાતે વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું અને ક્રિકેટ મેદાન પર બીસીએના પ્રમુખ પ્રણવ અમીનના પૂતળાનું દહન કર્યું હતું.