વલસાડમાં ત્રણ ગાયોમાં લમ્પીના હળવા લક્ષણ જોવા મળ્યાં – Gujaratmitra Daily Newspaper

Dakshin Gujarat Main

વલસાડમાં ત્રણ ગાયોમાં લમ્પીના હળવા લક્ષણ જોવા મળ્યાં

વલસાડ :સમગ્ર ગુજરાતની (gujrat) ગાયોમાં લમ્પી (lumpi) વાયરસનો( virus )રોગ જોવા મળી રહ્યો છે. વલસાડમાં(valsad) પણ આ રોગનો(disease) ફેલાવો નહીં થાય તે માટે ગૌસેવકો દ્વારા પશુપાલન વિભાગના સાથ સહકારથી ગાયોનો રસીકરણનો કાર્યક્રમ શરૂ કરાયો છે. જેમાં સૌથી પહેલા ગૌધામમાં 60 થી વધુ ગાયોને રસી અપાઇ છે. આ દરમિયાન 3 ગાયમાં તેના હળવા લક્ષણો જોવા મળ્યાં હતાં. જેના લોહીના નમૂના તપાસમાં મોકલી અપાયાં હતાં. વલસાડમાં ગૌરક્ષકો દ્વારા રખડતી ગાયો માટે તિથલ રોડ પર વાંકી નદી પાસે ગૌધામ બનાવાયું છે. અહીં 157 જેટલી રખડતી ભટકતી ગાયો હાલ રાખવામાં આવી છે. આ ગાયોમાં લમ્પી વાયરસ ન ફેલાઇ એ માટે ગૌરક્ષકોએ ખાસ રસી મંગાવી હતી અને તેમના દ્વારા પશુ પાલન વિભાગની ટીમના સથવારે અહીં ગાયોને રસી આપવાનું શરૂ કરાયું હતુ. આ સંદર્ભે ગૌરક્ષક અને ભાગડાવડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ બકુલભાઇ જોષીએ જણાવ્યું કે, સાંજ સુધીમાં 60 ગાયોને રસી મુકાઇ ગઇ હતી તેમજ મોડી સાંજ સુધી આ કાર્ય ચાલુ રહેશે. વલસાડમાં ગત વર્ષે આ રોગ આવી ગયો હતો, છતાં અગમચેતીના ભાગ રૂપે આ રસીકરણ થઇ રહ્યું છે.દરમિાયન શનિવારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે રાજ્યમાં 1746 ગામોમાં 50,328 પશુમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યાં હતાં અને અસરગ્રસ્ત તમામ ૫૦,૩૨૮ પશુને સારવાર આપવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1240 પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મરણ થયા હોવાનું નોંધાયું છે. નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 5.74 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે અને હાલમાં જિલ્લા કક્ષાએ 10 લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે. આ 17 જિલ્લામાં પશુપાલન ખાતાના 192 પશુચિકિત્સા અધિકારીઓ અને 568 પશુધન નિરિક્ષકો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ છે. વધારાના 298 આઉટસોર્સડ પશુચિકિત્સકોને દસ ગામ દીઠ મોબાઈલ પશુ દવાખાનાના વાહન સહિત આ રોગના સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં સામેલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લમ્પી રોગના કારણે સંખ્યાબંધ ગાયોના મોત થયાં છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં આ રોગ નહીં ફેલાઇ તેના માટે કૃષીવિભાગ અને પશુપાલન વિભાગ તેમજ તેની સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓ પૂરતા પ્રયત્નો કરી રહ્યાં છે.

)રોગ જોવા મળી રહ્યો છે. વલસાડમાં પણ આ રોગનો ફેલાવો નહીં થાય તે માટે ગૌસેવકો દ્વારા પશુપાલન વિભાગના સાથ સહકારથી ગાયોનો રસીકરણનો કાર્યક્રમ શરૂ કરાયો છે. જેમાં સૌથી પહેલા ગૌધામમાં 60 થી વધુ ગાયોને રસી અપાઇ છે. આ દરમિયાન 3 ગાયમાં તેના હળવા લક્ષણો જોવા મળ્યાં હતાં. જેના લોહીના નમૂના તપાસમાં મોકલી અપાયાં હતાં. વલસાડમાં ગૌરક્ષકો દ્વારા રખડતી ગાયો માટે તિથલ રોડ પર વાંકી નદી પાસે ગૌધામ બનાવાયું છે. અહીં 157 જેટલી રખડતી ભટકતી ગાયો હાલ રાખવામાં આવી છે. આ ગાયોમાં લમ્પી વાયરસ ન ફેલાઇ એ માટે ગૌરક્ષકોએ ખાસ રસી મંગાવી હતી અને તેમના દ્વારા પશુ પાલન વિભાગની ટીમના સથવારે અહીં ગાયોને રસી આપવાનું શરૂ કરાયું હતુ. આ સંદર્ભે ગૌરક્ષક અને ભાગડાવડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ બકુલભાઇ જોષીએ જણાવ્યું કે, સાંજ સુધીમાં 60 ગાયોને રસી મુકાઇ ગઇ હતી તેમજ મોડી સાંજ સુધી આ કાર્ય ચાલુ રહેશે. વલસાડમાં ગત વર્ષે આ રોગ આવી ગયો હતો, છતાં અગમચેતીના ભાગ રૂપે આ રસીકરણ થઇ રહ્યું છે.દરમિાયન શનિવારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે રાજ્યમાં 1746 ગામોમાં 50,328 પશુમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યાં હતાં અને અસરગ્રસ્ત તમામ ૫૦,૩૨૮ પશુને સારવાર આપવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1240 પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મરણ થયા હોવાનું નોંધાયું છે. નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 5.74 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે અને હાલમાં જિલ્લા કક્ષાએ 10 લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે. આ 17 જિલ્લામાં પશુપાલન ખાતાના 192 પશુચિકિત્સા અધિકારીઓ અને 568 પશુધન નિરિક્ષકો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ છે. વધારાના 298 આઉટસોર્સડ પશુચિકિત્સકોને દસ ગામ દીઠ મોબાઈલ પશુ દવાખાનાના વાહન સહિત આ રોગના સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં સામેલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લમ્પી રોગના કારણે સંખ્યાબંધ ગાયોના મોત થયાં છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં આ રોગ નહીં ફેલાઇ તેના માટે કૃષીવિભાગ અને પશુપાલન વિભાગ તેમજ તેની સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓ પૂરતા પ્રયત્નો કરી રહ્યાં છે.

Most Popular

To Top