Dakshin Gujarat Main

વલસાડમાં લમ્પી વાયરસની એન્ટ્રી, પાંચ પૈકી એક રિપોર્ટ પોઝિટિવ

વલસાડ : વલસાડ જિલ્લામાં (Valsad District) શંકાસ્પદ લક્ષણો જોવા મળતા સરવે હાથ ધરી 5 સેમ્પ્લો (sample) લેવામાં આવ્યાં હતાં, જે પૈકી 1નો રિપોર્ટ (Report) પોઝિટિવ આવતા પશુ પાલન (Animal husbandry) ખાતું દોડતું છે. આ રોગમાં (disease) પશુઓના મોટાપાયે મોત (death) થતાં હોવાથી જિલ્લા વિકાસ અધિકારી(Development Officer) મનીષ ગુરવાનીએ સોમવારે પશુપાલન ખાતાની તાકીદની મીટિંગ બોલાવી હતી અને ગંભીરતાને ધ્યાન લઇ સૂચનો આપ્યા હતા.

અત્યાર સુધી 850 પશુધનનું રસીકરણ

જેમાં 100 ટકા રસીકરણ અને સર્વે માટે 30 ટીમ કાર્યરત હોવાનું જણાવ્યું હતું. તેમણે તાલુકા વાઇઝ લાઈજન ઓફિસરની નિમણૂકના આદેશ કર્યા હતા. બાદમાં ડીડીઓએ વલસાડના ભાગડાવડા ગૌશાળાની પણ મુલાકાત લઈ લમ્પીના શંકાસ્પદ લક્ષણો ધરાવતા પશુઓની સારવાર અંગે માહિતી મેળવી હતી.વલસાડ જિલ્લાની 32 ગૌશાળામાં 2783 પશુધન અને જિલ્લાની એક માત્ર વાપી ખાતેની પાંજરાપોળમાં 1042 પશુધનનું 100 ટકા રસીકરણ તાત્કાલિક અસરથી કરવા સૂચના આપી હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 850 પશુધનનું રસીકરણ કરી દેવાયું છે. જો કે ઉત્તર ગુજરાત કરતાં દક્ષિણ ગુજરાતની સ્થિતિ સારી છે. દક્ષિણ ગુજરાતમાં લમ્પીના કેસ નોંધાયા છે પરંતુ તે સૌરાષ્ટ્ર અને કચ્છની સરખામણીમાં નહીંવત છે. સૌરાષ્ટ્રમાં પણ જામનગરની સ્થિતિ તો ખૂબ જ દયનીય છે કારણ કે ત્યાં લાશોના ઢગલા જોવા મળી રહ્યાં છે. તેનો નિકાલ કરવામાં પણ તકલીફ પડી રહી છે અને રોગચાળો ફેલાવાનો પણ ભય ઉભો થયો છે.

ત્રણ પશુઓમાં રોગની રિકવરી થઇ ગઇ
વલસાડ જિલ્લા પશુપાલન શાખાના નાયબ પશુપાલન નિયામક ડો.પી.જે.દેસાઈએ જણાવ્યું કે,અત્યાર સુધીમાં ઉમરગામ અને વલસાડ મળી કુલ 5 શંકાસ્પદ કેસ જોવા મળ્યા હતા. જેમાં ફણસાનો 1 કેસ પોઝિટિવ આવ્યો હતો. જે હાલ તંદુરસ્ત છે. બાકી 4 શંકાસ્પદ કેસ હતા, તેમાંથી પણ 3ની રિકવરી થઈ ગઈ છે. હવે માત્ર વલસાડમાં 1 કેસ સારવાર હેઠળ છે. વલસાડમાં ભલે હાલમાં એક કેસ નોંધાયો છે તેમ છતાં તંત્ર કોઇ પણ જોખમ લેવા માગતું નથી. તેના કારણે રસીકરણ કરવામાં ખૂબ જ ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અહીંનું પશુપાલન ખાતુ પણ શક્ય તેટલી તમામ કોશિશ કરીને રોગચાળો વકરે નહીં તેની કામગીરીમાં લાગી પડ્યું છે.

Most Popular

To Top