Business

LPGના ભાવ બાદ મોદી સરકાર આપશે વધુ એક રાહત, પેટ્રોલ-ડીઝલ આટલા રૂપિયા પ્રતિ લિટર સસ્તું થશે!

નવી દિલ્હી: મોંઘવારીથી (Inflation) સામાન્ય લોકોને રાહત આપવા મોદી સરકાર (Goverment of Modi) વધુ એક મોટું પગલું ભરવા જઈ રહી છે. જેએમ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશનલ સિક્યોરિટીઝના અહેવાલ મુજબ સ્થાનિક એલપીજીના (LPG) ભાવમાં તાજેતરના ઘટાડા પછી, કેન્દ્ર સરકાર દિવાળીની આસપાસ પેટ્રોલ અને ડીઝલના (Petrol-Diesel) ભાવમાં 3-5 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરી શકે છે. કેટલાક રાજ્યોની ચૂંટણી (Election) નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાશે, તે પહેલા સરકાર આ પગલાં લઈ શકે છે. ગયા અઠવાડિયે સરકારે તમામ 33 કરોડ ગ્રાહકો માટે ઘરેલુ 14.2 કિગ્રા એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કર્યો હતો. તેનાથી સામાન્ય માણસને મોંઘવારીમાંથી ઘણી રાહત મળી છે.

સરકાર દિવાળીની આસપાસ પેટ્રોલ/ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3-5 રૂપિયાનો ઘટાડો કરી શકે છે. નવેમ્બર-ડિસેમ્બરમાં ઘણા રાજ્યોમાં ચૂંટણી યોજાશે. આમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ મહત્વના રાજ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે આ ઘટાડો મોટે ભાગે એક્સાઈઝ ડ્યુટી અને/અથવા વેટમાં ઘટાડા દ્વારા થશે, કારણ કે વર્તમાન ઊંચા ક્રૂડ ઓઈલના ભાવે OMCsને નુકસાન થશે. એલપીજીના ભાવમાં ઘટાડાનો બોજ સરકાર ઉઠાવશે. જો કે, સરકારી વળતરમાં સામાન્ય અંતરને જોતાં, આ OMCsની કાર્યકારી મૂડીમાં વધારો તરફ દોરી શકે છે.

મોદી સરકારે (Government) દેશભરની ગૃહિણીઓને મોટી ભેટ આપી છે. મોદી સરકારે એલપીજી સિલિન્ડરની (LPG Cylinder) કિંમતમાં 200 રૂપિયાનો મોટો ઘટાડો કર્યો છે. આ સાથે 75 લાખ મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવામાં આવશે. આ નિર્ણયથી સામાન્ય લોકોને મોંઘવારીમાંથી મોટી રાહત મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રક્ષાબંધનના અવસર પર મોદી સરકાર સસ્તા એલપીજી સિલિન્ડરની ભેટ આપી છે.

રાજસ્થાનની કોંગ્રેસ સરકાર ગરીબોને માત્ર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપી રહી છે. બીજી તરફ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઓગસ્ટ મહિનામાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. જેના કારણે કેન્દ્ર સરકાર પર દબાણ વધી ગયું હતું. તેને જોતા સરકારે ઘટાડો કર્યો છે. આ સાથે સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત આપી શકે છે. પેટ્રોલિયમ કંપનીઓએ સારી કમાણી કરી છે. કોરોના સમયે જે બન્યું હતું તે હવે આવરી લેવામાં આવ્યું છે.

Most Popular

To Top