SURAT

સુરત: પ્રેમાંધ યુવતીનું બાળક પ્રેમી કચરા પેટીમાં નાંખી આવ્યો

સુરત (Surat) : પ્રેમાંધ બનેલી યુવતીને પ્રેમી સાથે થયેલા પ્રણયફાગ બાદ બાળક પેદા થતા બાળકને પ્રેમી તે બેગમાં લઇને કચરાપેટીમાં નાંખી દીધી હોવાની ચોંકાવનારી પોલીસ ફરિયાદ સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં દાખલ થવા પામી હોવાની વિગત જાણવા મળી છે. આ મામલે ઉન, ઇદગાહ પાસે રહેતી યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.

તેણે જણાવ્યું કે તેને મહેમુદ તસવ્વર શેખ જે તેના ઘર પાસે રહે છે તેની સાથે પ્રેમ થયો હતો. ત્યારબાદ તેઓ એક બીજા સાથે શારીરિક સબંધ બાંધ્યા હતા. આ મામલે તેમના માતા પિતા દ્વારા મહેમુદ તસ્સવર રહેવાલી મદીના મસ્જીદના પાછળના ભાગે, ઉનના ઘરે લગ્નનુ માંગુ પણ નાંખવામાં આવ્યું હતું. મહેમુદે તેની મમ્મી ના પાડે છે એમ કહીને આ માંગુ પડતુ મૂકયુ હતુ. ત્યારબાદ પણ મહેબૂબે યુવતી સાથે શારિરીક સબંઘ બાંધ્યા હતા. દરમિયાન યુવતીને શારિરીક સબંધને કારણે ગર્ભ રહી ગયો હતો. તે દરમિયાન મહેમૂદે યુવતીને ડુમસ લઇ ગયો હતો અને જો તે ગર્ભપાતની દવા નહી લેતો લગ્ન કરવાની ના પાડી દીધી હતી. દરમિયાન યુવતીએગર્ભપાતની દવા આપીને તેનો ગર્ભ પ઼ડાવવા માટે જણાવ્યું હતું.

યુવતીએ ગર્ભપાતની દવા લેતા જ તેને અસહ્ય દુખાવો થયો હતો. બાદમાં યુવતીનો ભાઇ ગોલ્ડન ગીફટ હોસ્પિટલ, ઉનમાં યુવતીને લઇ ગયો હતો. જયો યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો. દરમિયાન આ મામલે યુવતીએ તેના પ્રેમી મહેમુદ તસ્સવુરને જણાવ્યું હતું. મહેમુદ તે બાળકને લઇને કચરા પેટીમાં નાખી આવ્યો હતો. આ મામલે યુવતીના પરિવારે વાંધો ઉઠાવતા મહેમૂદ બે મહિના પછી લગ્ન કરવા માટે તૈયાર થયો હોત. બે મહિના પછી મહેબૂબ લગ્નનો સમય આવતા યુપી ભાગી ગયો હતો. આ ઉપરાંત સમાજના આગેવાનો વચ્ચે પડતા તે સુરત પરત આવ્યો હતો પરંતુ તેણે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દેતા સચિન જીઆઇડીસીમાં આ મામલે ગુનો દાળલ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top