SURAT

વરાછામાં બહેનપણીના ઘરે પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને તેના ભાઈ-કાકાએ એટલો માર્યો કે…

સુરત(Surat): શહેરના વરાછા (Varacha) વિસ્તારમાં હિંચકારી ઘટના બની છે. અહીં પ્રેમિકાને (GirlFriend) મળવા તેની બહેનપણીના ઘરે ગયેલા પ્રેમીની હત્યા (Lover Murder) થઈ છે. પ્રેમિકાના ભાઈ, પિતરાઈ ભાઈ અને કાકાએ ઢોર માર મારતા પ્રેમી યુવકનું મોત નિપજ્યું છે. વરાછા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓને અટકમાં લીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વરાછા વિસ્તારમાં આવેલા માધવપાર્કમાં હત્યાનો બનાવ બન્યો છે. પ્રેમિકાને મળવા જતા પ્રેમીને મોત મળ્યું છે. પ્રેમિકા તેની બહેનપણીના ઘરે ગઈ હતી ત્યારે પ્રેમીને મળવા બોલાવ્યો હતો, પરંતુ આ વાત પ્રેમિકાના ભાઈને ખબર પડી ગઈ હતી. તેથી પ્રેમિકાનો ભાઈ, પિતરાઈ ભાઈ અને કાકા ત્યાં પહોંચી ગયા હતા અને બંનેને રંગેહાથ પકડી લીધા હતા. રોષે ભરાયેલા પ્રેમિકાના ભાઈ, પિતરાઈ અને કાકાએ બધો ગુસ્સો પ્રેમી પર ઉતાર્યો હતો.

પ્રેમી યુવકને ઢોર માર માર્યો હતો. એટલો બધો માર્યો હતો કે તે ત્યાં જ બેભાન થઈ ગયો હતો. તેને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેના શરીર પર ઠેર ઠેર લાલ ચકામા પડી ગયા હતા. હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટનાની જાણ થતા વરાછા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. એસીપી પી.કે. પટેલે કહ્યું કે, માધવપાર્ક સોસાયટીમાં યુવકની હત્યા થઈ છે. આ ગુનામાં ત્રણ આરોપીઓને અટકમાં લેવામાં આવ્યા છે. વરાછા પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રેમિકાએ જ ફોન કરી બોલાવ્યો હતો
મૂળ ભાવનગરનો વતની અને વરાછાના ગીતાનગરમાં રહેતો 24 વર્ષીય મેહુલ સોલંકી રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. માતા-પિતા ગામડે ખેતી કરે છે. ચાર વર્ષ પહેલાં મેહુલના ઘર નજીકની સોસાયટીમાં રહેતી યુવતી સાથે મેહુલને પ્રેમ થયો હતો. આ અંગે યુવતીના પરીવારજનોને જાણ થતા તેમણે મકાન બદલી દીધું હતું. તેમ છતાં બન્ને પ્રેમી પંખીડા એકબીજાના સંપર્કમાં રહેતા હતા.

ગીતા નગરની બાજુમાં આવેલી માધવપર્ક સોસાયટીમાં પ્રેમિકાની બહેનપણી રહેતી હતી. ગઈકાલે રવિવારે પ્રેમિકા તેની બહેનપણીના ઘરે ગઈ હતી. બહેનપણીના ઘરેથી યુવતીએ મેહુલને ફોન કરીને મળવા બોલાવ્યો હતો. માધવ પાર્ક પાસે બંને પ્રેમી પંખીડા મળી રહ્યા હતા ત્યારે અચાનક ત્યાં યુવતીના ભાઈઓ અને કાકા આવી પહોંચ્યા હતા. ત્રણેય મળી મેહુલને ઢોર માર માર્યો હતો. ગંભીર રીતે ઇજા પામેલા મેહુલને ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

Most Popular

To Top