National

તિહારમાં આ નંબરની જેલમાં રહેશે કેજરીવાલ, સિસોદિયા સંજય સહિત નજીકના લોકો રહે છે આ નંબરમાં

લિકર પોલિસી (Liquor Policy) સંબંધિત મની લોન્ડરિંગ (Money Laundering) કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને EDના રિમાન્ડ પૂરા થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાં રાખવામાં આવશે. અરવિંદ કેજરીવાલનું મેડિકલ ડોક્ટર અને તેમની ટીમ દ્વારા ચેકઅપ કરવામાં આવશે જેમાં બીપી અને શુગરની તપાસ કરવામાં આવશે. બાકીની મેડિકલ હિસ્ટ્રી પૂછવામાં આવશે જેનો રિપોર્ટ રેકોર્ડમાં રાખવામાં આવશે. ત્યારબાદ કેજરીવાલને જેલમાં અલગ સેલમાં રાખવામાં આવશે. કેજરીવાલને તિહારની જેલ નંબર-2માં રાખવામાં આવશે. તે જેલમાં એકલા જ રહેશે. AAP સાંસદ સંજય સિંહને થોડા દિવસો પહેલા જેલ નંબર-5માં શિફ્ટ કરવામાં આવ્યા છે.

  • કેજરીવાલના નજીકના તમામ આ જેલમાં બંધ છે
  • મનીષ સિસોદિયા: જેલ નંબર 1
  • સંજય સિંહઃ જેલ નંબર- 5
  • સત્યેન્દ્ર જૈનઃ જેલ નંબર- 7
  • કે. કવિતા: જેલ નંબર- 6
  • વિજય નાયર: જેલ નંબર 4

તમને જણાવી દઈએ કે તિહારની કુલ 16 જેલ છે. તિહારમાં 9 જેલ છે. રોહિણીમાં એક જેલ છે જે તિહાર હેઠળ આવે છે. એ જ રીતે તિહાર હેઠળ આવતા મંડોલીમાં 6 જેલ છે. તેમાં બે મહિલા જેલ છે. જેલ નંબર-6 તિહારમાં છે. મંડોલીમાં જેલ નંબર- 16 છે. તમામ કેદીઓની તબીબી સારવાર જેલમાં જ થાય છે. 24*7 તબીબી સુવિધા ઉપલબ્ધ છે. તિહાર જેલમાં જ બે મુખ્ય હોસ્પિટલો છે.

દિલ્હી દારૂ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી ગઈ છે. સોમવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાંથી કોર્ટે તેમને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. આ પછી કેજરીવાલને તિહાર જેલમાં લઈ જવામાં આવ્યા છે. જો કે કેજરીવાલ 14 દિવસ તિહાર જેલમાં રહે તેવું જરૂરી નથી. સીબીઆઈ કોઈપણ સમયે ભ્રષ્ટાચાર નિવારણ એક્સાઈઝ એફઆઈઆર કેસમાં અરવિંદ કેજરીવાલને કસ્ટડીમાં લેવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે. સીબીઆઈના સૂત્રોનું કહેવું છે કે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્સાઈઝ કેસમાં તપાસ સતત ચાલી રહી છે. આ કેસમાં સીબીઆઈ દ્વારા ઘણા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.

Most Popular

To Top