નવી દિલ્હી: વેલેન્ટાઈન ડેને આમ તો હજુ વાર છે પરંતુ વેલેન્ટાઈન ડેના સાત દિવસ પહેલાથી જ અમુક
ખાસ દિવસોની શરૂઆત થઈ જાય છે. આજે 7 ફેબ્રુઆરીના રોજ રોઝ ડે (Rose day) છે. આજના ખાસ દિવસે બોલિવૂડની (Bollywood) મોસ્ટ અવેટિંગ મેરેજ રાજસ્થાનના (Rajasthan) સૂર્યનગર પેલેસમાં પંજાબી રીતિ રિવાજ મુજબ શાહી રીતે સંપન્ન થયા છે. કિયારા તેમજ સિદ્ધાર્થે રીતિ રિવાજ મુજબ સાત જન્મ સુધી એકબીજા સાથે બંધાઈ ગયા છે. ફેન્સ આ લવબર્ડના લગ્નનો છેલ્લા કેટલાય સમયથી રાહ જોઈ રહ્યું હતું. જો કે હવે તેઓ આ કપના શાહી લૂક એટલે કે તેઓના લગ્નના ફોટો સામે આવે તેની રાહ જોઈ રહ્યાં છે. આજરોજ સિડ તેમજ કિયારા જન્મો સુધી એકબીજાના થઈ ગયા છે. તેઓએ પોતાના નજીકના પરિવારજનો તેમજ મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા હતાં.
જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્નની રાજસ્થાની ઢબે ગવાતી ધૂન સાંભળવામાં આવી હતી. આ ઉપરાંત લગ્નમાં જાનમાં સિડે સાજન જી ઘર આયે ગીત ઉપર તેમજ કાલા ચશ્મા ગીત ઉપર ડાંસ કર્યો હતો. આ કપલે પોતાના જોડામાં પેસ્ટલ કલરનો ઉપયોગ કર્યો હતો. જેમાં બંને ખૂબ જ સરસ દેખાઈ રહ્યાં હતાં. આ ઉપરાંત સિડે પોતાની શેરવાનીને મેચિંગ પડધી પણ રહેરી હતી.
પ્રસંગમાં એકાએક સિડના પિતાની તબિયેત ખરાબ થઈ ગઈ હતી. તેઓને એકાએક ઉલ્ટી થવા લાગી હતી જેના કારણે તમામ વિધીઓ મોડેથી શરૂ કરવામાં આવી હતીં. આ કયૂટ કપલના લગ્ન શરૂ થાય તે પહેલા તેઓના મંડપના ફોટા વાઈરલ થયા હતાં. જેની થીમ પિંક જોઈ શકાય છે. આ ઉપરાંત તેઓના લગ્નના ફોટા વાઈરલ ન થાય તે માટે તેઓએ નો ફોન પોલીસીનો પ્લાન પણ તૈયાર કર્યો હતો. જેનો ચૂસ્ત પણે અમલ કરવામાં આવ્યો હતો.
શા માટે રાજસ્થાનનું સૂર્યગઢ પેલેસ પસંદ કરવામાં આવ્યું?
આમ તો આ કપલ દુનિયાના કોઈ પણ ખૂણે લગ્ન કરી શકતા હોત પણ તેઓએ આ કિલ્લો જ કેમ પસંદ કર્યો તેની પછાડી એક ખાસ કારણ છે. જાણકારી મુજબ આ કપલને સૂર્યગઢ પેલેસમાં લગ્ન કરવા અંગેની સલાહ સિદ્ધાર્થની એક્સ ગર્લફ્રેન્ડ કેટરીનાએ આપી હતી. આ સાથે સૂત્રોનું માનીએ તો આ લગ્નમાં આ કપલે લગભગ 6 કરોડ કે તેથી વઘુનો ખર્ચો કર્યો છે.