Business

લવસ્ટોરી, લગ્ન, લફડાં…મિ. પર્ફેક્શનિસ્ટ આમીરની અંગત લાઈફ ઈમપર્ફેકટ કેમ?લવસ્ટોરી, લગ્ન, લફડાં…

આમીર ખાન અત્યંત સફળ ફિલ્મસ્ટાર નિર્માતા છે પરંતુ કોઇ એક સ્ત્રીથી બંધાય રહેવાનું તેને ફાવતું નથી. સ્ત્રી સંબંધોમાં તે અનૈતિક રહે ત્યારે પણ નૈતિક રહ્યાનો દેખાવ તે કરી શકે છે. પ્રથમ પત્ની રીના દત્તા સાથે તેનું સૌથી લાંબુ લગ્નજીવન રહ્યું અને તેનું કારણ આમીર બહુ વફાદાર હતો એ નથી બલ્કે રીના સાથે પ્રેમ થયો ત્યારે તે ફિલ્મોમાં નહોતો. તેની સાથે લગ્ન પછી ફિલ્મોમાં ગોઠવાતો ગયો અને સ્ટાર પણ બની ગયો. મતલબ કે આમીર જ્યારે પોતાને ગોઠવવા માંગતો હતો એ સમયમાં રીના સાથેનું લગ્નજીવન જીવ્યો. સફળતા પછી આમીરમાં નવો આત્મવિશ્વાસ આવ્યો. સ્ત્રીઓ પ્રત્યેના સંબંધ બાબતે વધુ ખૂલતો ગયો. લગ્ન પછી તેનો પ્રથમ જાહેર સ્ત્રી સંબંધ જૂહી ચાવલા સાથેનો હતો. પણ તે વખતે તેની લગ્નબાહ્ય સંબંધ નિભાવવાની આવડતો કેળવાય નહોતી. આમીર અને સલમાન બંને એવા છે જે સ્ત્રી સંબંધોમાં સ્થિર નથી પણ સલમાનનું શું છે કે સંબંધ રાખે પણ પરણે કોઇ સાથે નહીં. આમીર બહુ વહેલો પરણી ગયેલો એટલે તેણે એ સંબંધ વિશે પણ વિચારવું પડતું. એટલે દર વખતે બન્યું છે એવું કે નવો સ્ત્રી સંબંધ બંધાય ત્યારે અમુક વર્ષ બહુ ખાનગી રાખે અને પછી ત્યારે જાહેર કરે જ્યારે ઓલરેડી જે સંબંધ હોય તેનો ઉપાય કરી લીધો. હોય. રીના દત્તા સાથે તે 1986માં પરણેલો અને 2002માં છૂટાછેડા આપ્યા. 17 વર્ષનો સંબંધ પૂરો થયો તે પહેલાં એક વિદેશી સ્ત્રી સાથેના સંબંધ ચર્ચામાં આવેલા પણ આમીરે તે વિશેની ચર્ચા અટકાવી દીધેલી. તેને મિડિયા મેનેજ કરતા બહુ સરસ આવડે છે. આમીર પોતાની હીરોઇનો સાથે પ્રેમ પ્રસંગોમાં ઓછું પડે છે એટલે આપોઆપ ગપશપથી બચી જાય છે. જેની સાથે પ્રેમમાં પડે તે ઓછી રૂપાળી હોય અને ઓછી જાણીતી હોય. સલમાન, અક્ષયકુમાર વગેરેની લવ લાઈફમાં હીરોઇનો જ હીરોઇનો છે એટલે તેઓ તેમના સંબંધો ખાનગી રાખી શક્યા નથી. કિરણ રાવ તેની સાથે લગાનનાં નિર્માણમાં હતી અને તેની સાથે 2005માં પરણી 2021માં છૂટો ય પડી ગયો. મતલબ બીજા સંબંધો માટે તે મુક્ત થઇ ગયો. અગાઉ જૂહી યા પૂજા ભટ્ટ, બ્રિટિશ પત્રકાર જેસિકા હાઈન્સ અને રેચેલ સેલી સાથેના રિલેશનને તેણે લગ્નમાં ફેરવ્યા નહોતાં અને કિરણ પછી ફાતિમા સના શેખ સાથે પણ સંબંધ રહ્યાનું બધાએ સ્વીકાર્યું છે. તે તો તેનાથી 26 વર્ષ નાની છે. ખેર, હવે ગૌરી સ્પ્રેટ સાથેના સંબંધનો તેણે સ્વીકાર કર્યો છે. આમીર હોંશિયાર એટલો છે કે આવા સંબંધ ગપશપમાં ન ફેરવાય એ માટે સામે ચાલીને કબૂલે છે અને મિડીયા સમક્ષ તેની વાત પણ કરે છે. આમીર 60નો થયો છે એટલે સામે ચાલીને તો ગૌરી સાથે લગ્ન નહીં કરશે, પણ ગૌરીનો આગ્રહ હોય તો ના પણ નહીં પાડશે. આમાં તેણે કાંઇ ગુમાવવાનું પણ નથી. ગૌરી અત્યારે કહે છે કે, હું એવા વ્યક્તિની શોધમાં હતી જે મને શાંતિ આપી શકે. આમીરે તેના જીવનમાં આવેલી દરેક સ્ત્રીને શરૂમાં શાંતિ જ આપી છે, પણ રસ ઓછો થયા પછી અશાંતિ આપી છે – તે ગૌરીને સમજાયું લાગતું નથી. તે આમીરને દયાળુ, સજ્જન અને કાળજી રાખનાર કહે છે. રીના દત્તા, કિરણ રાવ, જૂહી ચાવલા, જેસિકા હાઈન્સ અને ફાતિમા સના શેખને મળી લીધા પછી તેણે આ કહ્યું હોત તો વધારે સારું હોત, પણ ફિલ્મ જગતનો મોટો સ્ટાર હોય ત્યારે પોતે કાંઇક સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત ન હોય, ફિલ્મ જગતની ન હોય ત્યારે આમીર સાથે અંગત સંબંધ હોવો એ જ મોટો લાગે. ગૌરી પોતે તો બેંગ્લુરુમાં એક સલૂન ધરાવે છે અને તેને છ વર્ષનું બાળક છે. આમીરને આ વાતનો ફરક નથી પડતો.તે ખૂદ ત્રણ બાળકોનો પિતા છે. •

Most Popular

To Top