Charchapatra

લવ આંધળો છે યુવતિઓતો આંધળી નથી ને???

મુસ્લીમ આફતાબે હિન્દુ છોકરી શ્રધ્ધાની નિર્મમ હત્યા કરીને એના શબના જેમ કોઇ કસાઇ મૃત પ્રાણીના ટૂકડા કરે એમ 35 જેટલા ટૂકડા કરી નાંખ્યા. ત્યારબાદ એ ટૂકડાઓને દૂર દૂર જંગલ જેવા એરિયામાં ફેંકી દીધા. આવા જધન્ય કૃત્યના સમાચારથી સમાજ ફફડી ઉઠયો છે અને આફતાબ જેવા કસાઇને ફાંસીની સજા મળે એવી માગણીઓ ચો તરફથી થઇ રહી છે. આવા દયાહિન બનાવો સમાજમાં પહેલા એ બનતા હતા અને આજે પણ બનતા રહે છે. એકાદ આફતાબને ફાંસી આપવાથી શું આવા બનાવો અટકશે ખરા??? ખરેખર અટકાવા તો જોઇએ જ. તરૂણા અવસ્થાથી માંડીને પુખ્ત વયની કેટલીયે યુવતઓને આ રીતે ‘લવ’ના નામે મારી નાંખવામાં આવી છે.

કેટલીયે યુવતિઓ ઉપર બળાત્કાર ગુજારીને પુરાવાના નાશને નામે એમની ક્રૂરતાપૂર્વક હત્યાઓ કરવામાં આવી છે. આવા બનાવો અટકતા તો છે જ નહિ ઓછા પણ થતા નથી. દિનબદિન આવી ઘટનાઓ બનતી રહે છે. આવા કિસ્સાઓ ઉપરથી સમાજની છોકરીઓ કોઇ જ બોધપાઠ લેવા માગતી હોય એવું લાગતું નથી. લીવ ઇન રીલેશનશીપ તો કાંઇ પુરુષ સ્ત્રીએ સાથે રહેવાની કોઇ રીત છે??? આ પ્રકારની સાથે રહેવાની વ્યવસ્થામાં સેકસ માત્ર મેઇન લલચાવનારું માધ્યમ છે અને છેવટે ભોગવવાનું તો સ્ત્રીને જ આવે છે. જયાં સુધી યુવતિઓ સમજદારી નહિ દાખવે તથા જેની સાથે પ્રેમનું નાટક ભજવાતું હોય એવા યુવાનોને નહિ પહેચાને ત્યાં સુધી યુવતિઓએ મરવાનું જ છે.

આફતાબ મુસ્લીમ છે અને શ્રધ્ધા હિન્દુ છે એટલે વિષયને વધારે ચગાવવામાં કયુ શાણપણ છે??? શું હિન્દુ યુવકો, હિન્દુ યુવતિઓને લફરાબાજીમાં નથી મારી નાંખતા??? યુવક કે યુવતી ગમે તે જાતિના કે ધર્મના હોય પણ જેણે આવું નરાધમ કૃત્ય કર્યું હોય એને ફાંસીને માંચડે ચડાવવા જ રહયા. એક પુરુષ એક સ્ત્રીની હત્યા કરે છે એને ભારતીય ફોજદારી ધારાની કલમો વડે ફાંસી જેવી સજા થવી જ જોઇએ. કાયદાએ, ધર્મને નામે આફતાબને સજા કરવાની નથી. પણ એણે આચરેલા કૃરતાપૂર્વકના ખૂનને કારણે સજા થવી જોઇએ. આવું કૃત્ય કોઇ પણ ધર્મનો ઇસમ આચરે એનો સમાજમાં સખત વિરોધ થવો ઘટે અને ટૂ ધી પોઇન્ટ કોલમમાં લખાયું છે કે હિન્દુ કન્યાના મુસલમાન મુરતિયા સાથેના લગ્નો મોટે ભાગે નિષ્ફળ જતા હોય છે. માટે હિન્દુ કન્યાઓએ લગ્ન કરવા બાબતે ઉંડાણથી વિચારવું પણ જોઇએ. લવ આંધળો છે. યુવતિઓ તો આંધળી નથી ને??
સુરત              – બાબુભાઇ નાઇ  – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ચૂંટણી પંચની સ્વતંત્રતા અંગે સુપ્રીમ કોર્ટે વ્યકત કરેલી ચિંતા
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની સ્વતંત્રતા અંગે ચિંતા વ્યકત કરતા જણાવ્યું કે તમામ સરકારોએ ચૂંટણી પંચની સ્વતંત્રતાને સંપૂર્ણ રતે નષ્ટ કરી નાંખી છે. 1996 બાદથી સરકારોએ કોઇપણ મુખ્ય ચૂંટણી કમિશનરને નેતૃત્વ કરવા છ વર્ષનો કાર્યકાળ આપ્યો નથી. એ યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું કે ચૂંટણી પંચ સ્વાયત્ત છે તેથી તેના વડા તરીકે શ્રેષ્ઠ વ્યકિતની નિમણૂંક થવી જોઇએ. પણ તમામ પક્ષોએ ચૂંટણી કમિશનરની અને મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી કેવી રીતે કરવી તે અંગે બંધારણમાં સ્પષ્ટતા નથી કરાઇ તેનો લાભ લીધો છે.

જસ્ટિસ કે.એમ. જોસેફના અધ્યક્ષપદ (વડપણ) હેઠળની બેન્ચે કરેલી આ ટીપ્પણી રાજકીય પક્ષો માટે આકરી છે. જેને તમામ રાજકીય પક્ષોએ ગંભીરતાપૂર્વક લક્ષમાં લેવી જોઇએ. સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચની સ્વતંત્રતા અંગે ચિંતા વ્યકત કરીને અટકી જવાના બદલે ચૂંટણી કમિશનરની પસંદગી અને મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી કેવી રીતે કરવી તે અંગેના ધારા ધોરણો નક્કી કરે એ પણ ખૂબ જ જરૂરી છે. એ સિવાય સિસ્ટમ (પ્રણાલિ)માં સુધારો નહીં થાય. ચૂંટણી પંચને વધુ સ્વતંત્રતા આપવા દિનેશ ગોસ્વામી સમિતિએ 1990માં ભલામણો કરી હોવા છતાં સંસદમાં હજુ સુધી કાયદો ઘડાયો નથી. તેનો અર્થ તો એ જ થયો કે કોઇ જ રાજકીય પક્ષો આ અંગે ગંભીર નથી આ દુ:ખદ અને ખૂબ જ ખેદજનક કહેવાય.
પાલનપુર                   – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top