અનૂભવે એક વાત સમજાય છે આખું વિશ્વ કોઈ કારણ થકી હશે પણ વિશ્વમાં એક પ્રેમ અને બીજા પરમાત્મા અકારણ છે પરંતુ આપણે સૌ તો પ્રેમ અને પરમાત્મા બંને કારણ થકી પામવા મથામણ કરતા રહીએ છીએ તે કેવું ? સમજવું જરૂરી છે જે કારણ થકી છે તે ભૌતિક છે આથી તેને જાણી શકાય વળી તે સિમિત જ હોવાનું અને જે અકારણ છે તે વિસ્ત રીતે જ હોવાનું આથી તે સાર્વત્રિક હોય શકે અને જે સાર્વત્રિક છે તેને માત્ર અનુભૂતિ દ્વારા અનુભવી શકાય ત્યારેજ તેને પામી શકાય આથી પ્રેમ અને પરમાત્માની અનૂભૂતિ જ શક્ય છે. બંનેના કારણો શોધવા પ્રમાણ ખોળવા વ્યાજબી ખરૂ ? પ્રેમ અને પરમાત્મા અકારણ હોય બંને અલગ હોય શકે જ નહી આપણે સૌ આટલું પણ ક્યારે સમજીશું એકવાર જો પ્રેમની અનુભૂતિ તો આપોઆપજ થઈ જાય પછી ક્યારે પણ પરમાત્માનાં અસ્તિત્વનાં પૂરાવા કે કારણો અને પ્રમાણો મેળવવાની ઝંખના જ વિસર્જીત જ થઈ જાય તો નક્કી.
નવસારી – ગુણવંત જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.