અમદાવાદ : ભગવાન જગન્નાથની (Lord Jagannath) 146મી રથયાત્રા (Rath Yatra) આગામી 20 જુનના રોજ યોજાનારી છે. આ રથયાત્રા માટે અમદાવાદમાં જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે રથયાત્રામાં ભગવાન નવા રથ (New Rath) પર સવાર થઈને નગરચર્યાએ નીકળવાના છે. 72 વર્ષ (72 years) પછી ભગવાન જગન્નાથ માટે નવો રથ બનાવવામાં આવી રહ્યો છે.
આ નવો રથ બનાવવા પાછળનુ કારણ પુછતા જગન્નાથ મંદિરના ટ્રસ્ટ્રી મહેન્દ્ર ઝાના એ જણાવ્યું હતુ કે, 21 કિલોમીટરની રથયાત્રા દરમિયાન પરત ફરતી વખતે યાત્રા માણેકચોકમાં ચાંદલાની ઓળમાંથી નીકળે છે. જ્યાં ચાંદલાની ઓળના ખુણાના અને સાંકડી ગલીઓના કારણે રથને વાળવામાં મુશકેલી પડતી હતી. જેથી આ નવા રથ બનાવવામાં આવ્યા છે.
જગન્નાથ મંદિરના ટ્રસ્ટ્રી મહેન્દ્ર ઝાનાએ વધારે જણાવતા કહ્યુ કે, આજે ખલાસી ભાઈઓ દ્વારા સારા મુહુર્તમાં આ રથનું ટ્રાયલ કરવામાં આવ્યું હતુ. ખાસ માણેકચોકના ચાંદલાની ઓળમાંથી નીકળતી વખતે સાંકડી જગ્યાના કારણે રથ વાળવામાં જે મુશ્કેલી પડે છે તે આ નવા રથમાં ન પડે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ નવા બનાવવામાં આવેલા રથ જગન્નાથપુરીના રથ જેવા જ લાગે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ રથને રંગવામાં આવેલા રંગોની ખાસ વાત એ છે કે જગન્નાથપુરીમાં જે રથના કલરો છે, તેવા જ કલરો આ નવા રથને કરવામાં આવ્યા છે.
તેમણે વધુ કહ્યુ કે, આ વખતે રથનો આગળનો ભાગ થોડોક મોટો રાખવામાં આવ્યો છે. આ રથના આગળનો ભાગ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે લોકો નીચેથી સ્પષ્ટ રીતે ભગવાનના દર્શન કરી શકે. આ રથયાત્રાની પહીંદ વિધી રાજ્યનાં મુખ્યમંત્રી દ્વારા કરવામાં અવશે ત્યારે તેમને નીચું નમવું પડે છે. જે કારણોસર ભવિષ્યમાં મુશ્કેલીના પડે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
રથ યાત્રા પહેલા જળયાત્રા યોજાશે
અમદાવાદમાં યોજાનારી રથયાત્રા પહેલા 4 જુનના રોજ જળયાત્રા યોજાશે. જેમાં 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે અને ભગવાનનો જલાભિષેક કરાવામાં આવશે. આ જળયાત્રાના મુખ્ય અતિથિ તરીકે અમદાવાદના શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ રહેશે.
આ જળયાત્રાના મુખ્ય યજમાન કનીજ ગામના ગાલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સન્ની પ્રોડક્શનના સન્ની અશ્વિનભાઈ દેસાઈ તથા સધી માતા પરિવાર છે. આ સાથે હર્ષ સંઘવી, કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ તથા શહેરના ધારાસભ્યો હાજર રહેશે.